તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અમદાવાદના સોલામાં વાહન અને ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓ ડિટેક્ટ કરાયા, 2.59 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પોલીસે આરોપીઓ પાસેથી બુલેટ, બાઈક, મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા

અમદાવાદમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરી સહિત અને પ્રકારની લૂંટ અને છેતરપિંડીના ગુનાઓનું પ્રમાણ વધવા માંડ્યું છે. ખાસ કરીને સાયબર ક્રાઈમના ગુનાઓ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે શહેરમાં સોલા પોલીસ સ્ટેશનમાં આજે વાહન અને ઘરફોડ ચોરીના મળીને કુલ ચાર ગુનાઓ નોંધાયા છે. જેમાં પોલીસે 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે આરોપીઓની ધરપકડ કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને ઉપરી અધિકારીઓ તરફથી વાહન ચોરીના ગુનાઓ સંદર્ભે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુંસંધાને CCTV સર્વેલન્સની મદદથી તેમજ મળેલ બાતમી આધારે પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા હતાં અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગોતામાંથી આરોપી મહેન્દ્ર ઉર્ફે ચિરાગ દરજી તથા રાજારામ માહોરની ચાણક્યપરી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

બુલેટ, બાઈક, લેપટોપ અને મોબાઈલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી બુલેટ નંગ 2, પલ્સર બાઈક નંગ 1, સ્પ્લેન્ડર પ્રો બાઈક નંગ 1 મળીને કુલ ચાર વાહનો, મોબાઈલ નંગ 1 તથા લેપટોપ નંગ 1 એમ કુલ મળીને 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.