તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજનો દિવસ ગુજરાત માટે મોટો કાળ સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલા કુલ 6 અકસ્માતોમાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. રાજ્યમાં કચ્છ, વડોદરા, નવસારી અને આણંદમાં અકસ્માતના બનાવો નોંધાયાં છે.
આણંદ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત
આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે અરેરાટીભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પો બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો, જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આઈશર ટેમ્પોચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
નવસારી નજીક નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત
નવસારી નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર એક્સિડન્ટ થયો હતો. ચીખલી તાલુના આલીપોર હાઈવે પાસેના ઓવરબ્રિજ પાસે એક્સિડન્ટ સર્જાયો હોય છે. જેમાં વલસાડથી સુરત તરફ જતી હોન્ડા સિટી કારનું ટાયર ફાટ્યું હતું. જેથી કાર મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને સામેની સાઈડ જતી રહી હતી. અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાયેલી કાર સામેથી આવતી i-10કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
દીવમાં દારૂના નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતાં મોત નિપજ્યું
દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ગોડાદરામાં ટ્રેલરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત
સુરત ગોડાદરા વિસ્તારમાં એક ટ્રેલરમાં આગ લાગાવવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થતા જ ટ્રેલરનો ચાલક જીવ બચાવી ટ્રેલર રોડ બાજુએ ઉભું રાખી નીચે ઉતરી ભાગી ગયો હતો. ભર બપોરે ટ્રેલરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું.
સાંતલપુર પાસે અકસ્માતમાં 6 જણા ઈજાગ્રસ્ત થયાં
મુંબઈ અને પુણેથી શંખેશ્વર દર્શન કરીને આર્ટિકા ગાડી દ્વારા વણિક પરિવાર કચ્છ તરફ વતનમાં જઈ રહ્યા હતા એ સમય દરમ્યાન બપોરે એક વાગ્યાના સુમારે સાંતલપુર તાલુકાના સીધાડા નજીક આર્ટિકા ગાડી પલ્ટી મારતાં એક બાળક, ત્રણ મહિલા અને બે પુરુષ સદસ્યો ઘાયલ થતાં રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા,જ્યાં સારવાર આપ્યા બાદ તમામને મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. મુંબઈ અને પુણેથી શંખેશ્વર ખાતે દર્શન કર્યા બાદ કચ્છમાં પોતાના વતનમાં જતાં હતા એ સમય દરમ્યાન અગમ્ય કારણોસર ગાડી પલ્ટી મારી ગઈ હતી, જેમાં સવારઆશાબેન ભરતભાઈ હડિયા,નરેશભાઈ રતિલાલ હડિયા,ઝીલ નરેશભાઈ હડિયા,મીનાબેન રાજેશભાઈ શાહ,આયન અભયરામ હડિયા અને રાજેશ ઘેલા ઘાયલ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવારાર્થે લાવવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.