• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A total of 8 cases of Corona positive were registered in the state, Gujarat government equipped for four cities on Corona issue, Deputy Chief Minister Nitin Patel left for Vadodara.

ગુજરાતમાં કોરોનાનો 14મો પોઝિટિવ કેસ કચ્છમાં નોંધાયો, ત્રણ દિવસમાં 14 કેસ, 14માંથી 13 વિદેશથી આવેલા ભારતીયો

A total of 8 cases of Corona positive were registered in the state, Gujarat government equipped for four cities on Corona issue, Deputy Chief Minister Nitin Patel left for Vadodara.
X
A total of 8 cases of Corona positive were registered in the state, Gujarat government equipped for four cities on Corona issue, Deputy Chief Minister Nitin Patel left for Vadodara.

  • શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 31 માર્ચ સુધી પેપર ચકાસણી પર રોક લગાવાઈ
  • જનતા કર્ફ્યુને રાજ્યના 16 લાખ રિક્ષાચાલકોનું સમર્થન, જરૂર સિવાય એકપણ રિક્ષાચાલક બહાર નહીં નીકળે
  • ઉમરગામના 215 માછીમારો 20 દિવસથી ઇરાનના બંદરમાં ફસાયા
  • અમદાવાદના 5, વડોદરાના 3, સુરતના 3, એક ગાંધીનગર અને એક રાજકોટનો કેસ પોઝિટિવ
  • ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી આવેલા ભારતીય પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં
  • કોરોનાના ટેસ્ટિંગ માટે ગુજરાતની 4 લેબને માન્યતા અપાઈ
  • રેલવે વિભાગ દ્વારા વિવિધ ડિવિઝનની 388 ટ્રેનો રદ કરવામાં આવી

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 10:31 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. 21 માર્ચની સાંજે કચ્છમાં 14મોં પોઝિટિવ કેસ નોંધાયો છે.  લખપતનું દંપતી સાઉદી એરબિયાથી પરત ફર્યું હતું. તેઓના સેમ્પલ જામનગર ટેસ્ટ માટે મોકલ્યા હતા જેમાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે પુરુષનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ સાથે સંપર્કમાં રહેલા 40 લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આમ અમદાવાદમાં 5, ગાંધીનગર-1, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક, કચ્છમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના 14 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.

કોરોના અપડેટ

>>રાજ્યમાં કોરોનાના વધી રહેલા પોઝિટિવ કેસો મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક મળી છે.

>> રાજકોટમાં રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી પેટ્રોલપંપ બંધ રહેશે

>> અમદાવાદમાં આજે પાંચ વાગ્યાથી AMTS અને BRTS બસો બંધ

>> કચ્છમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ, દિલ્હીથી પરત ફરેલા BSF જવાનમાં લક્ષણો દેખાયા

>> સોશિયલ મીડિયામાં ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

>> અમદાવાદ, સુરત, રાજકોટ-વડોદરામાં કોરોના માટે આઇસોલેટ હોસ્પિટલ ઉભી કરાશેઃ CM રૂપાણી

>> મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર

>> નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા, એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી, કલેક્ટર અને આરોગ્ય અધિકારી હાજર રહ્યાં

>> અત્યારસુધીમાં એરપોર્ટ પર સ્ક્રિનિંગ- 36617
>> છેલ્લા ત્રણ દિવસમાં હોમ કોરોન્ટાઇન- 1506

31 માર્ચ સુધી મુલ્યાંકનનુ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના વાયરસના વ્યાપને ધ્યાનમાં લઈને શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓની સલામતી માટે સાવચેતીના પગલા રૂપે તા.૩૧ માર્ચ સુધી મુલ્યાંકનનુ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. 

સિવિલમાં 1200 બેડની આઇસોલેશન હોસ્પિટલ
સિનિયર IAS અધિકારી પંકજ કુમારને અમદાવાદના અસારવામાં સિવિલ કેમ્પસમાં 1200 બેડની આઇસોલેશન હોસ્પિટલનું સોમવારથી સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 
14માંથી 5 કેસ એકલા અમદાવાદમાં

રાજ્યમાં જે કોરોનાના જે 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી એકલા અમદાવાદમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ એક નવો કેસ બહાર આવતા શહેરમાં કુલ પોઝિટિવ કેસ ત્રણ થયા છે. સુરતમાં ત્રણ, ગાંધીનગર અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ છે. અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગુણવંત રાઠોડે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના શંકાસ્પદ કેસોમાં કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. આમ SVP હોસ્પિટલના 2 અને અસારવા સિવિલના 4 કેસ મળી અમદાવાદમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે જ કોરોના મુદ્દે ચાર શહેર માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે. મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા જવા રવાના થયા છે.

રાજ્યમાં કુલ 14 પોઝિટિવ કેસ

શહેર પોઝિટિવ કેસ
અમદાવાદ 05
વડોદરા 03
સુરત 03
રાજકોટ 01
ગાંધીનગર 01
કચ્છ 1
ગુજરાતના કુલ કેસ 14

ચારેય શહેરોમાં મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ
કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી