2022 વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પોતાની રીતે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી વખત કેટલીક બેઠકો પર સામાન્ય અંતરથી ઉમેદવારની હાર-જીત નક્કી થતી હોય છે. આ વર્ષે અમદાવાદ શહેરની 16 બેઠકો પર 5.17 લાખ નવા મતદારો નોંધાયા છે. આ નવા મતદારો કેટલીક બેઠકો પર આ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ વર્ષે ચૂંટણીમાં શહેરની 16માંથી 6 બેઠકમાં ગત ચૂંટણીમાં જે માર્જિનથી જીત થઈ હતી તેથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ વટવામાં 84049 મતદારો નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા નવા મતદારો દરિયાપુર બેઠક પર 14561 નોંધાયા છે. આ સાથે બાપુનગર બેઠક પર માર્જિન માત્ર 3067 મતનું હજું જ્યારે આ બેઠક પર 17484 નવા મતદારો નોંધાયા છે. જે આ બેઠક પર પરિણામ બદલી શકે છે.
ગત ચૂંટણીમાં 3 થી 10 હજારથી ઓછા મતના માર્જિનવાળી બંને બેઠકો કોંગ્રેસી ઉમેદવારોની છે. જેમાં બાપુનગર બેઠક પર હિંમતસિંહ પટેલ માત્ર 3067 મત અને દરિયાપુર બેઠક પર ગ્યાસદ્દીન શેખ 6187 મતના અંતરે બેઠક જીતી હતી. આ ઉપરાંત 50 હજારથી 1 લાખથી વધુ સાથે ભાજપે સૌથી વધુ 7 બેઠકો જેમાં ઘાટલોડિયા, એલિસબ્રિજ,મણિનગર,સાબરમતી,નારણપુરા, વટવા અને નરોડાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે જીતેલી 4માંથી 3 બેઠકો પર માર્જિન કરતાં વધુ નવા મતદારો
ગત ચૂંટણીમાં અમદાવાદની 16માંથી 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. નવા મતદારોના આંકડા જોઈએ તો જે છ બેઠકો પર માર્જિન કરતા વધુ મતદારો નોંધાયા છે તેમાંથી ત્રણ બેઠકો એવી છે જે કોંગ્રેસે ગત ચૂંટણીમાં જીતી હતી. જેમાં બાપુનગર, દરિયાપુર અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.
માર્જિન | નવા મતદારો | |
62380 | વટવા | 84049 |
22695 | વેજલપુર | 60112 |
3067 | બાપુનગર | 17484 |
6187 | દરિયાપુર | 14561 |
32510 | દાણીલીમડા | 34714 |
24880 | નિકોલ | 24891 |
સૌથી મોટી જીત વર્ષ 2017ની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનો 1.17 લાખ મતના માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલ સામે વિજય થયો હતો. જે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની સૌથી મોટી જીત હતી.
સૌથી નાની જીત બાપુનગર બેઠક પર કોંગ્રેસના હિંમતસિંહ પટેલે માત્ર 3067 મત સાથે ભાજપના જગરુપસિંહ રાજપૂત સામે જીત મેળવી હતી. આ વખતે અહીં 17 હજારથી વધારે નવા ઉમેદવારનો ઉમેરો થયો છે.
2017માં શહેરની 16 બેઠક પર વિજેતા ઉમેદવારનું માર્જિન
વિધાનસભા | વિજેતા | હરીફ | માર્જિન |
ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | શશીકાંત પટેલ | 117750 |
વેજલપુર | કિશોર ચૌહાણ | મિહિર શાહ | 22695 |
વટવા | પ્રદીપસિંહ જાડેજા | બિપીન પટેલ | 62380 |
એલિસબ્રિજ | રાકેશ શાહ | વિજય દવે | 85205 |
નારણપુરા | કૌશિક પટેલ | નીતિન પટેલ | 66215 |
નિકોલ | જગદીશ પંચાલ | ઈન્દ્રવિજયસિંહ ગોહિલ | 24880 |
નરોડા | બલરામ થવાણી | ઓમપ્રકાશ તિવારી | 60142 |
ઠક્કરબાપાનગર | વલ્લભ કાકડિયા | બાબુભાઈ માંગુકિયા | 34088 |
અમરાઈવાડી | હસમુખ પટેલ | અરવિંદસિંહ ચૌહાણ | 49732 |
મણિનગર | સુરેશ પટેલ | શ્વેતા બ્રહ્મભટ્ટ | 75199 |
સાબરમતી | અરવિંદ પટેલ | ડો. જીતુ પટેલ | 68810 |
અસારવા(SC) | પ્રદીપ પરમાર | કનુ વાઘેલા | 49264 |
બાપુનગર | હિંમતસિંહ પટેલ | જગરુપસિંહ રાજપૂત | 3067 |
દરિયાપુર | ગ્યાસુદ્દિન શેખ | ભરત બારોટ | 6187 |
જમાલપુર-ખાડિયા | ઈમરાન ખેડાવાલા | ભૂષણ ભટ્ટ | 29339 |
દાણીલિમડા(SC) | શૈલેષ પરમાર | જિતેન્દ્ર વાઘેલા | 32510 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.