તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી:શહેરમાં આજ સુધીમાં કુલ 440 જેટલા ફોર્મ ભરાયા, ભાજપના 267, કોંગ્રેસના 28 અને અપક્ષોના 145 લોકોએ ફોર્મ ભર્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. - Divya Bhaskar
ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજ સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 440 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 267, કોંગ્રેસના 28 અને અન્ય, અપક્ષોના 145 લોકોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના રામોલ- હાથીજણ વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત ન કરી હોવા છતાં 20 જેટલાં ફોર્મ ભરાતાં વિવાદ શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારના જ કેટલાક વોર્ડના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે.

ભાજપમાંથી આજે ગોતા, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા, નરોડા, નવરંગપુરા, બોડકદેવ, બાપુનગર, સરસપુર, પાલડી, વાસણા, મકતમપુરા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, ભાઇપુરા- હાટકેશ્વર, ઇસનપુર, વટવા અને રામોલ- હાથીજણ વોર્ડના ઉમેદવારો ફોર્મ ભર્યા છે. બાકીના વોર્ડના ઉમેદવાર આવતીકાલ શનિવારે ફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર પણ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાકે રામોલ- હાથીજણ વોર્ડમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો