તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્રય સ્થાનોમાં સ્થળાંતર:ધોલેરામાં કુલ 38 આશ્રયસ્થાનો આશ્રિતોની સેવામાં કાર્યરત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત 6 ગામોના 962 સહિત ધંધુકાના મ‌ળી 3000 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

સલામત સ્થળોએ ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં રાહતળાવ, બૂરાનપૂર, પીપળી, આમલી, ગોગલા, મહાદેવપુરા ગામના 138 ગ્રામજનો, ધોલેરા સ્થિત ટાટા સોલર કંપની અન્ય ખાનગી કંપનીમાં કામ કરતા 824 શ્રમિકોનો સમાવેશ થાય છે. ધોલેરામાં ‘મલ્ટી પર્પસ સાયક્લોન સેન્ટર’ છે, જ્યાં એન.ડી.આર.એફ.ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સ્થળાંતર કામગીરી દરમ્યાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ જણાઇ આવ્યો નથી. આ 6 ગામોમાં કાર્યરત ફુલ 38 આશ્રયસ્થાન કેન્દ્રો 2400 જેટલા લોકોને સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સેવાભાવી સંસ્થાના સહયોગથી ચારથી પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...