તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી લહેરમાં મેડિકલ સ્ટાફને પણ અસર:શહેરના 5 સહિત રાજ્યમાં 37 ડૉક્ટરનાં મૃત્યુ થયાં, પહેલી લહેરમાં 60 ડોક્ટરના મોત થયા હતા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • IMAના જણાવ્યા અનુસાર પહેલીની સરખામણીએ રસીને લીધે બીજી લહેરમાં મેડિકલ સ્ટાફને ઓછી અસર થઈ

કોરોનાની બીજી લહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ હતી, તેમજ રાજ્યનાં વિવિધ શહેરમાં દર્દીની સારવાર દરમિયાન સંક્રમિત થયેલાં 37 તબીબોના કોરોનાથી મૃત્યુ થયાં છે. જેમાં સૌથી વધુ 5-5 મૃત્યુ અમદાવાદ અને સુરતમાં થયાં છે. બીજી લહેર પહેલાં મોટાભાગના ડોકટરોનું વેક્સિનેશન થયું હોવાથી સ્થિતિ સુધરી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચના સેક્રેટરી ડો. કમલેશ સૈની જણાવે છે કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યના વિવિધ શહેરોમાં 37 ડોકટરોના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા અને ગાંધીધામ જેવા શહેરોનો સમાવેશ થાય છે. પરંતુ, આ 37 ડોકટરોમાં સૌથી વધુ 5 મૃત્યુ અમદાવાદ અને સુુરતમાં થયા છે. જયારે અન્ય શહેરોમાં 1થી 2 તબીબના મૃત્યુ થયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં રાજ્યમાં 60 ડોકટરોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રસીને કારણે પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં ડૉક્ટરોને ઓછી અસર થઈ હતી.

પ્રથમ લહેરમાં 60 ડોક્ટર મૃત્યુ પામ્યા
ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાથી 60 ડોકટરોના મૃત્યુ થયા હતા, પ્રથમ લહેર સમયે કોરોનાની કોઇ વેક્સિન ઉપલબ્ધ ન હોવાથી ડોકટરોના મૃત્યુની સંખ્યા વધુ હતી. પરંતુ, કોરોનાની બીજી લહેર પહેલાં કોરોના સામે રક્ષણ આપતી કોવેક્સિન અને કોવિશીલ્ડ જેવી વેક્સિન ઉપલબ્ધ થઈ હતી, તેમજ રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યાં ડોકટરો સહિત હેલ્થ વર્કરો અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોવીડની વેક્સિન અપાઇ હતી.

સિવિલમાં મ્યુકર માઇકોસિસના 377 દર્દી, 22 ડિસ્ચાર્જ, 8 નવા દાખલ થયા
​​​​​​​સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસનાં દર્દીમાં સામાન્ય ઘટાડો નોંધાતા સિવિલમાં મ્યુકર માઇકોસિસની સારવાર માટે દાખલ દર્દીની સંખ્યા ઘટી છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં 377 જેટલાં દર્દી સારવાર હેઠળ છે, તેમજ છેલ્લાં 24 કલાકમાં 22 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. તેમજ 7થી 8 જેટલાં નવા દર્દી દાખલ થયાં હોવાનું જાણવા મળ્યું છે. સિવિલમાં મ્યુકર માઇકોસિસના દર્દીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હાલમાં પણ રોજ 7થી 8 નવા દર્દી દાખલ થાય છે.

રસી લેનારાનો આંક 21 લાખ નજીક પહોંચ્યો
​​​​​​​રવિવારે શહેરના જુદાજુદા રસીકરણ કેન્દ્રો ઉપર 35,643 લોકોએ વેક્સિન લીધી હતી. આ સાથે અદાવાદનો રસીકરણનો આંકડો 21 લાખ નજીક પહોંચ્યો છે. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકોનું વધુમાં વધુ રસીકરણ થાય તેવો ટાર્ગેટ છે. જોકે આ વયજૂથના લોકોને કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...