તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Total Of 278 People From 67 Houses In Chandlodia, Ghodasar And Isanpur Were Placed In Micro Containment Zones, Now 177 Implemented In The City.

કોરોના સંક્રમણમાં ઘટાડો:ચાંદલોડિયા, ઘોડાસર અને ઈસનપુરમાં કુલ 67 મકાનોના 278 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા, હવે શહેરમાં 177 અમલી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં પાંચ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન - Divya Bhaskar
શહેરમાં પાંચ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 8 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ ત્રણ દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં 177 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. ત્યારે ચાંદલોડિયામાં વંદેમાતરમ, માધવ રેસિડેન્સી, ઘોડાસરમાં પવિત્રનગર સોસાયટી, ન્યૂ મંગલમ સોસાયટી તથા ઈસનપુરમાં ચંદ્રિકા પાર્ક સોસાયટીના કુલ 67 મકાનોના 278 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

તે ઉપરાંત શહેરના 31 વિસ્તારોને માઈક્રોઈ કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેમાં ઈસનપુર, ઈન્દ્રપુરી, પાલડી, રાણિપ, શાહિબાગ, લાંભા, મણીનગર, વટવા, ઓઢવ અને રામોલના વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 177 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

આજે 31 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા
આજે 31 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (7 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 5 હજારથી વધુ ડિસ્ચાર્જ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે, ત્યારે 5 હજારથી ઓછા કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. તો સતત બીજા દિવસે શહેર અને જિલ્લામાં 5 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 744 નવા કેસ સામે આવ્યા છે અને 5 હજાર 220 દર્દી સાજા થયા છે. જ્યારે 17ના મોત થયા છે.6 મેની સાંજથી 7મેની સાંજ સુધીમાં શહેરમાં 3 હજાર 744અને જિલ્લામાં 93 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 5 હજાર 220 અને જિલ્લામાં 50 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 17ના મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...