તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Total Of 253 People From 59 Houses In Chandlodia, Vatva And Indrapuri Were Placed In Micro Containment Zones, Now 151 Implemented In The City.

સંક્રમણ ઘટ્યું:ચાંદલોડિયા, વટવા અને ઈન્દ્રપુરીમાં કુલ 59 મકાનોના 253 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા, 151 અમલી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 9 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે
  • આજે માત્ર ચાર જ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ ત્રણ દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં 151 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. ત્યારે ચાંદલોડિયામાં વંદેમાતરમ, ગણેશ જિનેસિસ, વટવામાં શિખર એપાર્ટમેન્ટ, ઈન્દ્રપુરીમાં સીટીએમ પાસેની શિનેશ્વરી સોસાયટી વિસ્તારના કુલ 59 મકાનોના 253 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

તે ઉપરાંત શહેરમાં આજે ચાર નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. તેમજ 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેમાં ઈસનપુર, જમાલપુર, અસારવા, શાહપુર, જોધપુર, રાણિપ, ગોતા અને થલતેજના વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 151માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

દુર કરવામાં આવેલા વિસ્તારો
દુર કરવામાં આવેલા વિસ્તારો

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (9 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 4 હજારથી વધુ ડિસ્ચાર્જ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે, ત્યારે 4 હજારથી ઓછા કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. તો સતત બીજા દિવસે શહેર અને જિલ્લામાં 6 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 359 નવા કેસ સામે આવ્યા છે અને 6 હજાર 441 દર્દી સાજા થયા છે. જ્યારે 15ના મોત થયા છે. જિલ્લામાં નવા 83 દર્દીઓ નોંઘાયા છે. જ્યારે 55 દર્દીઓ સાજા થયાં છે. જિલ્લામાં આજે માત્ર એક દર્દીનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...