તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અમદાવાદમાં વેક્સિનેશન માટે 238 કેન્દ્રો ઉભા કર્યાં, જાણો એડ્રેસ સહિત તમારી નજીકનું કેન્દ્ર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
45થી 60 વર્ષના કો.મોર્બિડ લોકોને રસી આપવામાં આવી રહી છે - Divya Bhaskar
45થી 60 વર્ષના કો.મોર્બિડ લોકોને રસી આપવામાં આવી રહી છે
  • દરરોજ 15 હજારથી વધુ લોકોને રસી અપાય છે
  • શહેરમાં સાત ઝોનમાં 63 ખાનગી હોસ્પિટલ અને ચાર ઝોનમાં 6 કોમ્યુનીટી હોલમાં રસી આપવાની કામગીરી શરુ કરાઈ છે

રાજ્યમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે. કોરોનાના વધતા કેસોની સામે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો.મોર્બિડ લોકોને રસી આપવામાં આવી રહી છે. રસી આપવામાં ધસારો ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે અમદાવાદમાં 238 જેટલા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં રોજ 15 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવે છે.

રસીકરણ કેન્દ્ર પર 60 વ્યક્તિઓને જ ટોકન મળે છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 74 જેટલી સરકારી મ્યુનિસિપલ સ્કૂલ અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ શરુ કરાયું છે. તે ઉપરાંત શહેરમાં સાતેય ઝોનમાં આવેલી 63 ખાનગી હોસ્પિટલમાં અને ચાર ઝોનમાં આવેલા 6 કોમ્યુનીટી હોલમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી સ્કૂલોમાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી કરવામાં આવે છે. સ્કૂલ વેક્સિનેશન કેન્દ્ર પર 60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે છે.

સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે
સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે

સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી રસી અપાય છે
60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- મોર્બિડ લોકો હવે તેમનું રજિસ્ટ્રેશન કરી અને ટોકન આપવામા આવે છે. બાદમાં નંબર આવે તે મુજબ તેઓને વેક્સિન આપવામાં આવે છે. વેક્સિન આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ ઝોનમાં આવેલી 13 સરકારી હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

રસીકરણ માટે ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ
રસીકરણ માટે ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ
રસીકરણ માટેની ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ
રસીકરણ માટેની ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ
રસીકરણ માટેની ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ
રસીકરણ માટેની ખાનગી હોસ્પિટલોનું લીસ્ટ

શહેરમાં રોજ 15 હજાર લોકોને વેક્સિન અપાય છે
અમદાવાદ શહેરમાં રોજના 15 હજાર જેટલા લોકોને રસી મુકવામાં આવી રહી છે. શનિવારે ફ્રન્ટ લાઈન વર્કસ, હેલ્થ વર્કસ, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- મોર્બિડ લોકો મળી 8211 પુરુષ અને 6925 જેટલી સ્ત્રીઓ એમ મળીને કુલ 15136 જેટલા લોકોને રસી મુકવામાં આવી હતી. 21 માર્ચ 2021ના રવિવારે શહેરમાં 122 જેટલાં સ્થળોએ વેક્સિન આપવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ રસી મુકાવી હતી.

રસીકરણ માટેની સ્કૂલોનું લીસ્ટ
રસીકરણ માટેની સ્કૂલોનું લીસ્ટ
રસીકરણ માટેની સ્કૂલોનું લીસ્ટ
રસીકરણ માટેની સ્કૂલોનું લીસ્ટ
વેક્સિનેશન માટેની સ્કૂલોનું લીસ્ટ
વેક્સિનેશન માટેની સ્કૂલોનું લીસ્ટ
વેક્સિનેશન માટેની સ્કૂલોનું લીસ્ટ
વેક્સિનેશન માટેની સ્કૂલોનું લીસ્ટ

જિલ્લામાં 60 વર્ષની ઉંમરના 44 હજારને વેક્સિન
અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી ઉપરના નોંધાયેલા 1.32 લાખ વ્યકિતઓમાંથી અત્યાર સુધીમાં 44029 વ્યક્તિઓને વેકસીન અપાઇ છે. સૌથી વધુ સાણંદમાં 9017 વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવી છે. જ્યારે 45થી 59 વર્ષની કુલ 10049 વ્યક્તિઓને રસી અપાઇ છે. રવિવારે કોરોનાના 8 કેસ નોંધાયા છે.

અર્બન હેલ્થ સેન્ટરનું લીસ્ટ
અર્બન હેલ્થ સેન્ટરનું લીસ્ટ
અર્બન હેલ્થ સેન્ટરનું લીસ્ટ
અર્બન હેલ્થ સેન્ટરનું લીસ્ટ
અન્ય સમાચારો પણ છે...