તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • A Total Of 22 Police Personnel In The City Were Infected With Corona In A Single Day; DGP Instructs Police And Their Families To Get Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:એક જ દિવસમાં શહેરના કુલ 22 પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ; પોલીસ અને તેમના પરિવારને વેક્સિન લેવા DGPનું સૂચન

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • રાજ્યમાં એક જ દિવસમાં જાહેરનામા ભંગના 2421 કેસ

એક જ દિવસમાં અમદાવાદના 22 પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જો કે માસ્કના કેસ, વાહન ચેકિંગ, કર્ફ્યૂના અમલ જેવી કામગીરીમાં જોતરાયેલા પોલીસકર્મીઓને યોગ્ય તદેકારી રાખવા ડીજીપીએ સૂચના આપી છે. એટલું જ નહીં, ગુજરાતના તમામ પોલીસ કર્મચારી-અધિકારી અને તેમના પરિવારના સભ્યોને કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા માટે પણ આદેશ કર્યો છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે કોઇ બાંધછોડ નહીં કરવા ડીજીપી આશિષ ભાટીયાએ પોલીસોને કડક સૂચના આપી છે. જ્યારે એક જ દિવસમાં પોલીસે રાજ્યભરમાં જાહેરનામા ભંગના 2421 કેસ કરીને 2500 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થૂંકનારા 10,961 લોકો પાસેથી રૂ.1 હજાર લેખે દંડ વસૂલ્યો હતો તેમજ 1438 વાહનો ડિટેઈન કરાયા હતા.

વધુમાં ગુજરાતના પોલીસ કર્મચારીઓ,અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોને કોરોનાની રસીના બંને ડોઝ લેવા ડીજીપીએ કડક આદેશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે તેઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જા‌ળવે અને આયુર્વેદિક-હોમિયોપેથી દવા લેવા તાકીદ કરી છે.

1 મહિનામાં લગ્નમાં જાહેરનામા ભંગના 341 ગુના
કોરોનાની મહામારીના કારણે લગ્ન સમારોહમાં 50 જ માણસોને હાજર રહેવા મંજૂરી આપવામાં આવી છે. જોકે દરેક લગ્ન સમારોહમાં પોલીસ સરપ્રાઈઝ ચેકીંગ કરે છે. તેમાં 50 કરતાં વધુ માણસો હોય, માસ્ક ન પહેર્યા હોય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોય ત્યાં જાહેરનામા ભંગનો કેસ કરાય છે. છેલ્લા 1 મહિનામાં પોલીસે રાજ્યભરમાં લગ્ન સમારોહમાં જાહેરનામા ભંગના 341 ગુના નોંધીને 471 લોકોની ધરપકડ કરી છે. - આશિષ ભાટિયા, ડીજીપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો