તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયત માટે શનિવારે 155 સહિત કુલ 199 ફોર્મ ભરાયા

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે ત્રણેય પાલિકમાં 285, તા. પં. 623 ફોર્મ ભરાઇને આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સર્જાયેલી સ્થિતિ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણીમાં પણ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જોવા મળી હતી. જિલ્લા પંચાયતમાં ઉમેદવારી માટે શનિવારે છેલ્લા દિવસે 155 ફોર્મ ભરાયા હતા. આ સાથે ફોર્મનો કુલ આંકડો 199 થયો છે.

ધોળકા, બારેજા અને વિરમગામ નગરપાલિકામાં 285 ફોર્મ અને તાલુકા પંચાયત 623 ફોર્મ ભરાઇને આવ્યા છે. આ પરિસ્થિતિના લીધે ઘણા ફોર્મમાં ભૂલ હોવાની શક્યતા છે. જો ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસના ફોર્મમાં ભૂલના લીધે રદ થતાં હશે તો કોર્પોરેશનની ચૂંટણીની જેમ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ફોર્મ ચકાસણીના દિવસે ઉમેદવારોને ફોર્મમાં સુધારા વધારા માટે છૂટછાટ અપાશે તેવો અપક્ષ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ભાજપના મોટાભાગના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ નહીં ભરતા શનિવારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવામાં ભારે ધસારો ગયો હતો. અત્યાર સુધીમાં અંદાજે 1700 જેટલા ફોર્મ વહેંચાયા છે. જિલ્લા પંચાયતમાં કુલ 199 ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. જ્યારે ત્રણ નગરપાલિકામાંથી ધોળકામાં 111, બારેજા, 98 અને વિરમગામમાં 153 સહિત કુલ362 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તાલુકા પંચાયતોમાંથી દેત્રોજ-રામપુરામાં 84, ધંધુકા 66, માંડલ 64, બાવળા 94, વિરમગામ 100, ધોળકા 102, સાણંદ 117, દસક્રોઇ 105 , ધોલેરા 58 મળી કુલ 790 ફોર્મ ભરાયા છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 15મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે આ દિવસે પણ પ્રત્યેક ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારોનો ધસારો રહેવાની સાથે હોબાળો થવાની પણ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો