તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ ACBની કાર્યવાહી:કીમતી પેલેડિયમ ધાતુ માટે છેલ્લા 6 મહિનામાં 64 કારનાં સાઇલેન્સર ચોરનારી જુદી જુદી ગેંગના કુલ 14ની ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઇલેન્સર ચોરતી ગેંગના 14 લોકો ઝડપાયા - Divya Bhaskar
સાઇલેન્સર ચોરતી ગેંગના 14 લોકો ઝડપાયા
  • પૈસાની બટાઈમાં ઝઘડો થતાં એક ગેંગથી છૂટા થયેલા લોકોએ અલગ ગેંગ બનાવી

રાજ્યમાં ઇકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરતી 6 અલગ-અલગ ગેંગોના કુલ 14 સભ્યોની અમદાવાદ જિલ્લા એસીબીએ બાતમીના આધારે ધરપકડ કરી હતી. સાથે જ ઈકો ગાડીના 12 સાઇલેન્સર (રૂ.1.80 લાખ), સાઇલેન્સરની પેલિડિયમ મિશ્રિત 6 કિલો માટી (રૂ.60 હજાર), 10 મોબાઈલ અને 4 ગાડી મળીને કુલ રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે અમદાવાદ જિલ્લા એસસીબી પીઆઈ આર.જી.ખાંટે જણાવ્યું હતું કે, સાઇલેન્સર ચોરી કરતી ગેંગ આશિફે બનાવી હતી, પરંતુ ગેંગના સભ્યો વચ્ચે પૈસાની ભાગ બટાઈ બાબતે ઝઘડો થતા ગેંગના 6 સભ્યોએ પોતાની જુદી-જુદી ગેંગ બનાવીને રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 64 ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરી અને ગામડાઓમાંથી ઢોર ચોરીના 31 ગુના આચર્યાં હોવાનું કબૂલ્યું હતું.

સાઇલેન્સર ચોરતી ગેંગના આટલા લોકો ઝડપાયા
આસિફ અયુબભાઈ વહોરા(33, બાવળા), ઈરફાન પૂંજાભાઈ વહોરા(20, બાવળા), મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ફકીર(27, બાવળા), સાજિદ ઈબ્રાહીમભાઈ મલેક(37, ધોળકા), સલીમ ઈસુબભાઈ દિવાન(39, વઢવાણ), વિજયભાઈ સવજીભાઈ ઠાકોર(29, ધોળકા), નિયામતહુસેન મલેક(42, ધોળકા), મુઝફફર અયુબભાઈ કુરેશી(35, ધોળકા), અર્ષદ સુલેમાનભાઈ વહોરા(31, ધોળકા), રિયાઝ રાજાભાઈ વહોરા(28, બાવળા), ઈમરાન સલીમભાઈ વહોરા(28, બાવળા), પરેશગીરી ગોસ્વામી(30, સાણંદ), શાહરુખ ગુલામભાઈ વહોરા(27, બાવળા), અશરફ ગુલામ રસુલ મનસૂરી(34, ધોળકા)

અન્ય સમાચારો પણ છે...