કોરોનાની સારવાર:અમદાવાદની સરકારી-ખાનગી હોસ્પિટલમાં મળી કુલ 126 કોરોનાના દર્દી દાખલ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1637 કેસ નોંધાયા છે. 232 દિવસ પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 18 મેના રોજ 1862 કેસ નોંધાયા છે. કેસ વધતા મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ એક પરિપત્ર કરી કહ્યું છે કે, શહેરની તમામ સોસાયટી, ફ્લેટ, કોમ્પ્લેક્સના ચેરમેનને કોવિડ કો-ઓર્ડિનેટરની જવાબદારી સોંપી છે. જેમાં તેમની સોસાયટીમાં જો માઈક્રો કન્ટેઈનમેન્ટ થાય તો તેની ગાઈડલાઈનનું પાલન કરાવવાની તેમજ સોસાયટીના સભ્યોએ રસીના બંને ડોઝ લીધા છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે.

કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટના સૂત્ર આધારે કામગીરી કરાઈ રહી છે. તે માટે હાઉસ ટુ હાઉસ સરવેે, ટેસ્ટિંગ , વેક્સિનની કામગીરી કરાઈ રહી છે. શહેરમાં હજુ પણ 6 લાખ લોકો એવા છે જેમણે રસીનો બીજો ડોઝ નથી. એવા લોકોની યાદી મ્યુનિ.એ પોલીસને સોંપી છે. જે લોકોએે બીજો ડોઝ નથી લીધો તેમને પોલીસ ફોન કરીને બીજો ડોઝ લેવા માટે સમજાવશે. જ્યારે બુધવારે ખાનગી હોસ્પિટલમાં નવા 13 દર્દી દાખલ થયા છે.

સિવિલ-સોલા સિવિલમાં 13, એસવીપીમાં 24 અને ખાનગી હોસ્પિટલમાં 86 મળી કુલ 126 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં બુધવારે ઓમિક્રોન કે કોરોનાનો એકેય દર્દી દાખલ થયો નથી. બીજુ બાજુમાં જિલ્લામાં બીજા દિવસે પણ 23 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાણંદમાં 17, વિરમગામમાં 3, ધોળકામાં 2 અને દસ્ક્રોઈમાં 1 કેસ નોંધાયો છે. શેલા ગામમાં વધુ ચાર માઈક્રો કન્ટેઈનમેન્ટ કરાયા છે.

એક દિવસમાં આવેલા 261 ફોર્મની સામે 11 જ કોવિડ સહાય ચૂકવાઈ
કોરોના સહાય માટે એક દિવસમાં આવેલા 261 ફોર્મની સામે માત્ર 11 મૃતકના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવાઇ છે. સરકારી ગ્રાન્ટ પૂરતી નહીં મળતા સહાય ચૂકવવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બુધવારે સૌથી વધુ અસારવા તાલુકામાંથી 115 અને સાબરમતી તુલાકામાંથી 76 ફોર્મ મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...