AMCની કાર્યવાહી:શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા કુલ 104 જેટલી મિલકતો સીલ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો દ્વારા બાકી મિલકતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા કુલ 104 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.

આજે મંગળવારે પશ્ચિમ ઝોનમાં રાણીપ અર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા, વાસણામાં વિજય કોમ્પ્લેક્સ, અભિમન્યુ એપાર્ટમેન્ટ નારણપુરા સહિત 54 જેટલી મિલકતો સીલ મારી હતી જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં જોધપુર, સરખેજ, વેજલપુર, મકતાપુરા વિસ્તારમાં 50 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

જોધપુર વોર્ડ મકરબા રોડ પર આવેલી એક જ માલિકની આઠ કંપની જેનુ નામ ટ્રૂ વેલ્યુ બિઝનેસ બે એલએલપી છે. આ તમામ મિલકત વેસ્ટગેટ બિઝનસ બે બ્લોક એ A-901, 1101, 1201, 1401, 1501, 1601, બ્લોક બી A-201 અને 601 સીલ કરાઈ હતી. આશરે 33 લાખ રૂપિયાથી વધુ આ મિલકતનો ટેક્સ બાકી હોવાથી તે સીલ કરાઈ હતી. રાણીપ અર્વેસ ટ્રાન્સક્યુબ પ્લાઝા સામે પણ કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...