સર્ચ કમિટી:ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકની સર્ચ કમિટીમાં ત્રીજો સભ્ય નિમાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15મી સુધીમાં અરજી મોકલવાની રહેશે
  • રેનાન જામવાલની ત્રીજા સભ્ય તરીકે નિમણૂક

ગૂજરાત વિદ્યાપીઠમાં કુલનાયકની નિમણૂક માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિ સભ્ય બાદ કુલપતિના પ્રતિનિધિ તરીકે ડો. રેનાનબેન જાબવાલાની સર્ચ કમિટીના ત્રીજા સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે.

વિદ્યાપીઠે સપ્ટેમ્બરમાં જ કુલનાયકની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્લિકેશન અને નોમિનેશન મોકલવાની જાહેરાત કરી 15 ઓક્ટોબર સુધીમાં એપ્લિકેશન, નોમિનેશન મોકલી દેવા કહ્યું છે. એ પછી સર્ચ કમિટીના ત્રણ સભ્યો પસંદગી કરશે.

હાલના કુલનાયક ડો. અનામિક શાહની મુદત 31 ડિસેમ્બરે પૂરી થાય છે. સર્ચ કમિટીના ત્રણ સભ્યમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રતિનિધિ ડો. ઈન્દિરા હિરવે, ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે અરવિંદ દેસાઈ તેમજ કુલપતિએ સૂચવેલ પ્રતિનિધિ ડો. રેનાન જાબવાલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...