નાકાબંધી પોઈન્ટ:અમદાવાદ શહેરમાં દારૂ-પૈસાની હેરાફેરી રોકવા 48 પોઇન્ટ પર તંબુ ચોકી ઊભી કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ, રેવન્યુ, જીએસટી, ચૂંટણી અધિકારીઓની સ્ક્વોડ તહેનાત રહેશે
  • જોકે હજુ સુધી એક પણ પોઇન્ટ પરથી દારૂ કે પૈસાની હેરાફેરી પકડાઈ નથી

ચૂંટણીના સમયે દારૂ-પૈસાની હેરાફેરી રોકવા માટે પોલીસે શહેરના એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ સહિત 48 નાકાબંધી પોઈન્ટ પર તંબુ ચોકી ઊભી કરી છે. આ ચોકી પર પોલીસની સાથે રેવન્યુ, જીએસટી તેમ જ ચૂંટણી અધિકારીઓ પણ તહેનાત રહેશે. આ ટીમોને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને ફલાઈંગ સર્વેલન્સ ટીમ (એફએસટી) તરીકે ઓળખવામાં આવે છે.

શહેરના સેકટર-1ના તાબા હેઠળ 26 પોલીસ સ્ટેશન જ્યારે સેક્ટર-2ના તાબા હેઠળ 22 પોલીસ સ્ટેશન આવેલાં છે. જોકે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચની સૂચના પ્રમાણે પોલીસે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાકાબંધી પોઇન્ટ ઊભો કર્યો છે.

આ નાકાબંધી પોઈન્ટ પર પોલીસની સાથે જીએસટી, રેવન્યુ અને ચૂંટણી અધિકારીઓ 24 કલાક સ્ટેન્ડ-ટુ રહે છે. આ ટીમનું કામ વાહન ચેકિંગ કરીને દારૂ-પૈસા સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ પકડવાનું હોય છે. જોકે આ ટીમે નાકાબંધી પોઇન્ટ પર 24 કલાક હાજર રહીને કામગીરી કરવાની હોવાથી દરેક નાકાબંધી પોઈન્ટ પર તંબુ ચોકી ઊભી કરી કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી અમદાવાદમાંથી એક પણ નાકાબંધી પોઈન્ટ પરથી દારૂ કે પૈસાની હેરાફેરી પકડાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...