તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:કોવિડ હોસ્પિટલમાં ન્યૂરો સહિતના ડોક્ટરોની ટીમ પણ તહેનાત રહેશે

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફમાં વધારો કરાશે

સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સઘન સારવાર અને મૃત્યુદર ઘટાડવા હવે કોવિડ હોસ્પિટલમાં મેડિસિનની સાથે વિવિધ વિભાગનાં યુનિટનાં ડોક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફમાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ક્રિટિકલ દર્દી ઝડપી રિકવર થાય તે માટે મોંઘી દવા, ઇન્જેક્શન અને આઇસીયુમાં દાખલ દર્દીની સ્થિતિ જાણવા ડોક્ટર આઇસીયુ બહારથી પણ વિઝ્યુઅલથી દેખરેખ રાખી શકે તેવી વ્યવસ્થાનું આયોજન હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. 
 સિવિલ હોસ્પિટલના ઓએસડી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલમાં મૃત્યુદર ઘટાડવા દર્દી વહેલા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય તે જરૂરી છે. પરંતુ, હાલમાં હોસ્પિટલમાં દાખલ દર્દીને સઘન સારવારની સાથે મૃત્યુદર ઘટાડવા વિવિધ વિભાગનાં ડોક્ટરોની ટીમ અઠવાડિયા સુધી કાર્યરત રહેશે ત્યારબાદ બીજી ટીમ હોસ્પિટલમાં ફરજ બજાવશે. પહેલાં ઓર્થોપેડિક, ન્યુરો સહિતની સ્પેશ્યાલિટી માટે દર્દીની જરૂર હોય તે પ્રમાણે ડોક્ટરને બોલાવાતા હતા. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફમાં વધારો કરવાની સાથે ક્રિટિકલ દર્દીને મોંઘી દવા અને ઇન્જેક્શન આપવાની વિચારણા હાથ ધરાઈ છે. 
દર્દીઓ માટે 500 નર્સની નિમણૂક કરાશે
મેડિસિન, ઓર્થોપેડિક, ન્યૂરો સહિત દર્દીની તકલીફ પ્રમાણે ડોક્ટરોની ટીમ એક અઠવાડિયા સુધી કાર્યરત રહેશે. દર્દીની સારવાર અને દેખરેખ માટે વધુ 500 નર્સોની નિયુક્તિ કરાશે. દર્દીને ઝડપી રિકવર થાય તે માટે મોંઘી દવા અને સ્ટિરોઇડયુક્ત ઇન્જેક્શન આપવાની વિચારણા ડોક્ટરો આઇસીયુમાં નિયમિત રાઉન્ડમાં જતાં હોય છે, તેની સાથે આઇસીયુની બહારથી દર્દીની સ્થિતિ પર નજર રાખવા માટે વિઝ્યુઅલ દેખાય તેવી વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો