તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ કેસ:સોલા સિવિલમાંથી ગુમ બાળકીને શોધવા 70 પોલીસની ટીમ કામે લાગી, સ્થાનિક પોલીસ નિષ્ફળ જતા હવે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ બાદ પણ માસુમની હજી સુધી કોઈ કડી મળી નથી

અમદાવાદના સોલા સિવિલમાં માસૂમ બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટનામાં બે દિવસ બાદ પણ પોલીસ હજી સુધી બાળકીને શોધી શકી નથી. સીસીટીવી ફૂટેજમાં એક મહિલા બાળકીને લઈ જતા દેખાય છે જેના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર અપહરણની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. બે પીઆઇ અને તેમની ટીમ તેમજ સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસકર્મીઓ આખા વિસ્તારમાં સીસીટીવી અને અલગ અલગ હ્યુમન એનાલિસિસ કરી બાળકીની શોધખોળ કરી રહ્યાં છે.

CCTVમાં બાળકીને લઈ જતી મહિલા કેદ થઈ હતી
બે દિવસ પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આવેળા વોર્ડમાંથી એક દિવસની માસુમ બાળકીને કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કરીને લઈ ગયું હતું. આ વાતની જાણ થતાં સોલા હોસ્પિટલમાં ભાગ દોડ મચી ગઇ હતી.આ અંગે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાના સીસીટીવી ચેક કરવામાં આવતા એક શંકાસ્પદ મહિલા જણાઈ હતી જેની પાસે બાળક હોવાની શંકાને લઈ પોલીસે સીસીટીવી ફુટેજ જાહેર કર્યા હતા.

મહિલા પાસે બાળક હોવાની શંકાને લઈ પોલીસે સીસીટીવી ફુટેજ જાહેર કર્યા હતા
મહિલા પાસે બાળક હોવાની શંકાને લઈ પોલીસે સીસીટીવી ફુટેજ જાહેર કર્યા હતા

રાત્રે 3 વાગે થયું હતું બાળકીનું અપહરણ
પ્રાપ્ત માહિતી અનુસાર, સરસ્વાતિ રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીએ પોલીસને જાણ કરી હતી કે તેમને 31મી ઓગસ્ટ બાળકીને જન્મ આપ્યો હતો.જ્યાં તેમને સોલા સિવિલના ત્રીજા માળે આવેલા PNB વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 2જી તારીખે વહેલી સવારે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગયું છે.

હોસ્પિટલની સિક્યુરિટી પર સવાલો ઉઠ્યાં
હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતા હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે.હાલ આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે એટલું જ નહીં હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાના સીસીટીવી વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...