તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ મુલાકાત:SVPમાં 4 કલાક સુધી સમીક્ષા કરી; હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીના રિપોર્ટ, રિકવરી રેટ, ડોમમાં થતાં ટેસ્ટની વિગતો મેળવી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી.

કેન્દ્રની ટીમે અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાઇરસના સંક્રમણની સમીક્ષા કરી.
કેન્દ્રની ટીમે અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાઇરસના સંક્રમણની સમીક્ષા કરી.

આ અંગે કેન્દ્રની ટીમના સભ્ય ડૉ. સુજિત કુમારે કહ્યું હતું કે અમે SVP હોસ્પિટલની મુલાકાતે આવ્યા છીએ. હવે અધિકારીઓ સાથે મુલાકાત કરીને કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરીશું. બે દિવસ સુધી ગુજરાતમાં જ રહીશું. એ ઉપરાંત વડોદરા અને અન્ય જિલ્લામાં જઈને કોરોનાની પરિસ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ સાથે પરામર્શ કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે, જેથી પ્રશાસનને દોષ ના આપી શકાય. લોકો દિવાળીમાં બહાર નીકળ્યા અને એકબીજાના સંપર્કમાં આવ્યા, જેથી કોરોના ફરીથી વકર્યો.

વડોદરાની કામગીરીની ઓનલાઈન સમીક્ષા.
વડોદરાની કામગીરીની ઓનલાઈન સમીક્ષા.

ઓગસ્ટમાં કેન્દ્રની ટીમે વિડિયો-કોન્ફરન્સથી કોવિડ કામગીરીની સમીક્ષા કરી હતી
કેન્દ્ર સરકારની ખાસ ટીમે અગાઉ ઓગસ્ટમાં વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડનાં નિયંત્રણ અને નિયમન માટે કરવામાં આવેલી કામગીરી અને અસરકારકતાની ઓનલાઇન સમીક્ષા કરી હતી. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ ટીમ સમક્ષ છેલ્લા 4 મહિના દરમિયાન કોવિડના પડકારને પહોંચી વળવા માટે વડોદરામાં કરવામાં આવેલા અગ્રીમ આયોજન અને પહેલને તેમજ અસરકારક અમલીકરણનું નિદર્શન રજૂ કર્યું હતું.

AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ રાજ્યના આરોગ્ય સચિવ સાથે ચર્ચાઓ કરી હતી.
AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ રાજ્યના આરોગ્ય સચિવ સાથે ચર્ચાઓ કરી હતી.

જુલાઈમાં કેન્દ્રની ટીમે અમદાવાદ અને સુરતની સમીક્ષા કરી હતી
શહેરમાં વધતા જતા કોરોનાના કેસની સાથે દર્દીનાં ફેફસાં, હૃદયમાં બ્લડ ક્લોટ થતા હોવાથી પણ મોત થઈ રહ્યાં હોવાનું ગંભીર તારણ બહાર આવતાં એઈમ્સની ટીમ દોડી આવી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા તબીબો સાથે રોગ અને સંક્રમણને લઈને પરામર્શ કર્યો હતો. ટીમે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજી હતી. આ બન્ને તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પાડ્યાં હતાં. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના કેસની હિસ્ટ્રીથી માંડીને સારવાર અને મૃત્યુનાં કારણો જાણવાની કોશિશ કરી હતી.

CMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી.
CMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી.

ઓગસ્ટમાં સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. દિલ્હીથી 4 સભ્યની ટીમ ગુજરાતમાં આવીને સુરત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાત આવ્યા હતા. એ સમયે અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે સમીક્ષા કરી હતી. ચારેય સભ્યોની ટીમ સુરત અને અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો