તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિજિટલ મીડિયાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ દ્વારા મંગળવારે સવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોની પળેપળની અપડેટ રિયલ ટાઈમ આપવામાં આવશે. કોઈ પણ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આટલી ડિટેઈલ અને પળેપળની અપડેટ સાથે કવરેજ આપવામાં આવી રહ્યાની આ પ્રથમ ઘટના છે. આવતીકાલે છ મ્યુનિ. ચૂંટણીના પરિણામોની આપને અપડેટ આપવા દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ દ્વારા ગુજરાતભરમાં 30 રિપોર્ટર, 20 ડેસ્કપર્સન, 20 વિડિયો ટીમ પર્સન, 10 આઈટી ટીમ પર્સન મળીને કુલ 100 સભ્યોની ટીમ કાર્યરત રહેશે.
વાચકોને મળશે ફાસ્ટેસ્ટ અને વિશ્વસનીય અપડેટ
દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપનું સૌથી મજબૂત પાસું તેની વિશ્વસનીયતા છે. વાચકોને હરહંમેશ ઝડપી અને સાચા, ખરાઈ કરેલા સમાચાર આપવા એ જ દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપનો મહામંત્ર છે. આવતીકાલે જ્યારે વાચકોને દિવ્ય ભાસ્કર તરફતી છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મત ગણતરીના રિપોર્ટ આપવામાં આવશે તે સંપૂર્ણપણે વિશ્વસનીય તો હશે જ, સાથે વાચકોને સૌથી ઝડપથી અપડેટ પણ મળતી રહેશે.
દિવ્ય ભાસ્કર એપના રિપોર્ટરો સવારથી કાઉન્ટિંગ સ્થળેથી કરશે LIVE
દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપના 30 રિપોર્ટરની મજબૂત ટીમ આવતીકાલે વહેલી સવારથી મતગણતરીના સ્થળોએ તૈનાત રહેશે અને ત્યાંથી સમાચારો LIVE આપશે. આ રિપોર્ટર તમામ છ શહેરના મતોની ગણનામાં જેવી કોઈ અપડેટ આવશે તેમ તુરત વાચકોને તેનાથી અપડેટ કરશે. આ ઉપરાંત અમારા રિપોર્ટરો રાજકીય પક્ષોના કાર્યલયો પર પણ તૈનાત રહેશે અને રાજકીય ગતિવિધિઓ પર સતત વોચ રાખશે.
દરેક શહેર જ નહીં, પરંતુ દરેક વોર્ડના પરિણામો ગ્રાફિકલ સ્વરૂપમાં
દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ આ વખતે ગ્રાફિકલ સ્વરૂપમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોને પ્રસ્તુત કરી રહી છે, જે અમારા વાચકો માટે તદ્દન નવું નજરાણું હશે. હવે દરેક વાચક પોતાના વોર્ડમાં કોણ ચૂંટાયું અને કોણ આગળ છે તેની પળેપળની માહિતી દિવ્ય ભાસ્કરની ન્યૂઝ એપ પર ગ્રાફિકલ સ્વરૂપમાં જાણી શકશે. આ ગ્રાફિક્સ શેરેબલ હશે, માટે પોતાના મિત્રવર્તુળ, સ્નેહીજનોને ગ્રાફિક શેર પણ કરી શકાશે.
અગાઉની ચૂંટણીના પરિણામોના ડેટા સાથે તુલનાત્મક એનાલિસિસ
જે છ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે તેના અગાઉની ચૂંટણીના પરિણામોના ડેટા સાથે તુલનાત્મક એનાલિસિસ પણ દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ થકી તમને માત્ર પોતાના જ વોર્ડ નહીં પરંતુ તમામ છ મ્યુનિ.ના એકે-એક વોર્ડમાં કોણ ક્યારે આગળ છે અને કોણ જીત્યું છે તેની વિગતો રિયલ ટાઈમમાં મેળવી શકશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.