તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીએસટી હેઠળ કરદાતા ઇ-વે બિલમાં બનાવવામાં ભૂલ કરશે તો તેના પર લાગતા દંડની રકમ 100 ટકાથી વધારીને 200 ટકા કરાઈ છે. અગાઉ ઇ-વે બિલમાં ભૂલ થાય તો કરદાતાને ટેક્સની રકમ જેટલો દંડ ભરવાની જોગવાઈ હતી. પરંતુ નવા નિયમ પ્રમાણે ટેક્સ ઉપરાંત ટેક્સની રકમના 200 ટકા જેટલો દંડ ભરવો પડશે.
નવા નિયમ પ્રમાણે જો કરદાતાએ ફરજિયાત પ્રમાણે દંડ ભરીને જ માલ છોડાવો પડશે. હવેથી બેન્ક ગેરંટી કે સર્ટિફિકેટ આપીને માલ છોડાવી શકાશે નહીં. વધારામાં જો સાત દિવસમાં કરદાતા કોઇ કાર્યવાહી ન કરે તો અધિકારીઓ દંડની આકારણી કરતો આદેશ પાસ કરી દેશે. તેમજ ઓર્ડર પાસ કર્યાના સાત દિવસમાં દંડની રકમ કરદાતા ન ભરે તો તેમના માલને જપ્ત કરીને હરાજી કરી દેવામાં આવશે. આમ હવે કરદાતાનો એકવાર માલ પકડાય તો 14 દિવસમાં દંડ ભરીને માલ છોડાવો પડશે નહીંતર માલની હરાજી કરી દેવામાં આવશે.
વધારામાં જો માલનો માલિક માલ છોડાવા હાજર ન થાય અને ટ્રાન્સ્પોર્ટર હાજર થાય તેવા કિસ્સામાં ટ્રાન્સ્પોર્ટરે માલની કિંમતના 50 ટકા દંડ તરીકે ભરવા પડશે.
આમ હવે કરદાતાઓ દ્વારા કોઇ ભૂલ થાય અને ઇ-વે બિલમાં માલ પકડાય તો કરદાતાએ દંડના 200 ટકા દંડ ભરવો પડશે. આ આકરી જોગવાઇના કારણે કરદાતાઓ દ્વારા નાની મોટી એન્ટ્રી ભૂલ થવાના કારણે કરદાતાને આકરા દંડની જોગવાઇ લાગુ પડશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.