અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી:તાન્ઝાનિયન નાગરિક બેગની ચેસિસમાં છુપાવી 14 કરોડનું હેરોઇન લાવ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DRIની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું

ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ના અધિકારીઓએ બાતમીને આધારે શનિવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર તાન્ઝાનિયાના નાગરિકને રોકી સામાનની તપાસ કરતાં ટ્રોલી બેગની ચેસીસમાં પાઉડર ફોર્મમાં રૂ.14 કરોડનું 2 કિલો હેરોઈન ઝડપાયું હતું.

તાન્ઝાનિયાથી દુબઇ અને અમદાવાદ આવેલા મુસાફરને ડીઆરઆઇના અધિકારીઓએ રોકીને પૂછપરછ કરતાં આ મુસાફર બોગસ દસ્તાવેજને આધારે મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાનું જણાવ્યું હતું, તેની પાસેની ટ્રોલી બેગ તપાસતા શંકાસ્પદ વસ્તુ અને વધારે વજન હોવાનું જણાતાં બેગના તળિયે ચેસીસની અંદર પોલાણ જણાયું હતું. જેમાં બ્રાઉન કલરના પાઉડર ફોર્મમાં પ્લાસ્ટિક પેકિંગ છુપાવ્યું હતું. મુસાફરની બેગમાંથી મળેલી પ્લાસ્ટિકની બેગમાં 2 કિલોનું રૂ. 14 કરોડનું હેરોઇન મળ્યું હતું. ભારતમાં નાર્કોટિક ડ્રગની તસ્કરી માટે આ મુસાફરની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

બે સપ્તાહમાં પાંચમી વખત હેરોઇન પકડાયું
છેલ્લા બે અઠવાડિયામાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઇ અમદાવાદે પાંચમો મોટો હેરોઇનની તસ્કરી જથ્થો જપ્ત કર્યો. જેમાં રૂ. 90 કરોડની કિંમતના 13 કિલોથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઈ અધિકારીઓને રાજ્યમાં નાર્કોટિકસ ડ્રગની તસ્કરીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. અધિકારીઓએ પકડાયેલા મુસાફરો આ ડિલિવરી કોને કરવાના હતા તે દિશામાં તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...