તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો વહિવટદાર:અમદાવાદના એક સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલે PI અને IPS અધિકારીનું ફૂલેકુ ફેરવ્યું, વહિવટદાર હોવાથી તેની સામે કાર્યવાહી કરી શકાય તેમ નથી

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વર્ષોથી ચાલતી વહિવટદાર સિસ્ટમને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને સહન કરવું પડે છે
 • શહેરની એક બ્રાન્ચના નવા આવેલા PIએ તાત્કાલિક યોગ અને ઇન્દ્ર નામના વહિવટદારની નિમણૂંક કરી

અમદાવાદ શહેર પોલીસ દ્વારા બધું સલામત છે તેવી વાતો ભ્રામક સાબિત થઈ રહી છે. શહેરમાં દરેક પોલીસ ભ્રષ્ટાચાર કરે છે તેવું નથી પણ જેના હાથ આ રંગે રંગાયેલા છે તેઓ શહેરમાં પોલીસે બિનસત્તાવાર ઉભી કરેલી વહીવટદાર સિસ્ટમને આભારી છે. એક સસ્પેન્ડ કોન્સ્ટેબલ એક PI અને IPSને મહીને લાખો રૂપિયા ગેરકાયદેસર પ્રવૃત્તિના ઉઘરાવીને આપશે કહીને વહીવટદાર બની ગયો પણ તે લાખો રૂપિયા ચાઉ કરીને હવે અધિકારીને જવાબ પણ આપતો નથી. જે અંગે હવે આ પોલીસ અધિકારીઓ ન કોઈને કહી શકે છે ન તો તેની સામે કાર્યવાહી કરી શકે છે કારણકે તે તમામ રકમ ભ્રષ્ટાચારની હતી.
પોલીસ વિભાગમાં વહિવટદાર જેવી કોઈ પોસ્ટ નથી
પોલીસ ડિપાર્ટમેન્ટમાં વહીવટદાર જેવી કોઈ પોસ્ટ નથી પણ પોલીસ સ્ટેશનમાં કે અધિકારીઓમાં વહીવટદાર રહેલા દરેકનો વટ અલગ હોય છે તે અન્ય પોલીસકર્મીઓ કરતા ચડિયાતો કે સાહેબનો ખાસ હોય છે.કારણકે તે ભ્રષ્ટાચાર એટલે કે તેના ઈશારે વિસ્તારમાં ગેરકાનુની ધંધાને મજૂરી મળે છે અને તે રકમ પોતાના નક્કી કરેલા દિવસે સાહેબને પહોંચાડે છે.પરંતુ વર્ષોથી ચાલતી વહિવટદાર સિસ્ટમને કોઈ અટકાવી શક્યું નથી જેના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીઓને આ બધું સહન કરવું પડે છે.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં સસ્પેન્ડ કોન્સ્ટેબલ ખૂબ ચર્ચામાં
હાલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સસ્પેન્ડ કોન્સ્ટેબલ ખૂબ ચર્ચામાં છે. જેને એક PI અને તેમના જ ઝોનના DCPએ વહીવટ કરવા આપ્યો હતો પરંતુ આ ભેજાબાજે તે રકમ તેમના સુધી પહોંચાડી નહિ અને હવે કોન્સ્ટેબલ અધિકારીના ફોન પણ ઉપડતો નથી. જેથી હવે DCPએ નવો વહીવટદાર મુક્યો જેની પાસે એડવાન્સ રુપિયા લેતા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં જ તેમના વિસ્તારમાં દારૂની રેડ અન્ય એજન્સીએ કરી જેમાં પણ એજન્સીના PI અને સ્થાનિક PI બેચમેટ હોવાથી રેડમાં પારદર્શિતા રહી ન હતી. જે જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને પણ છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
યોગ અને ઇન્દ્ર નામના વહીવટદારની નિમણૂંક કરાઈ
શહેરના તમામ વહીવટદારના માણસો પણ અધિકારીઓના નામે લોકોને દમ મારે છે. જે અંગે પણ ઉચ્ચ અધિકારીઓને જાણ છે પરંતુ એકાદ બે અધિકારીઓ પોતાની ઇમેજ બચાવવા વહીવટદારને દૂર કરી દીધો છે. શહેરની એક એજન્સીમાં તાજેતરમાં નવા PI આવ્યા છે. જેઓ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીના ખૂબ નજીક છે.જેમનું કામ અન્ય વિસ્તારોમાં ચાલતા ગુનાઇત પ્રવૃત્તિ પર અંકુશ રાખવાની જરૂર છે પરંતુ તેમણે જ યોગ અને ઇન્દ્ર નામના વહીવટદારની નિમણૂંક કરી દીધી છે. હવે આ અધિકારીને શા માટે વહીવટદારની જરૂર પડે તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવી જોઈએ તો સમગ્ર સર્કિટ જાણી શકાય અને શહેરમાં પોલીસની ઇમાનદર ઇમેજ સામે આવી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો