તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:આનંદનગર તપન હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ તથા ચંદ્રમની હોસ્પિટલમાં આગના બનાવને લઈ સફળ મોકડ્રિલ કરવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ અમદાવાદ શહેરમાં પણ કોવિડ હોસ્પિટલમાં આગને લઈ તકેદારી માટે મોકડ્રિલ કરવામાં આવી રહી છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં આજે સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે અમદાવાદ મમ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બિગેડ, આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે બલોચ તેમનો સ્ટાફ તથા તપન હોસ્પિટલ સ્ટાફ સાથે મળી આગની ઘટનાનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. અચાનક આગનો બનાવ બને તેનાથી બચાવને લઇ તકેદારી પગલાં લેવા ફાયરની મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તપન હોસ્પિટલના સ્ટાફને આગ કઈ રીતે બુઝાવવાની અને કાબુમાં લેવા અંગે સમજ પણ આપવામાં આવી હતી. રાજસ્થાન હોસ્પિટલ તથા ચંદ્રમની હોસ્પિટલમાં પણ શાહીબાગ પોલીસ ફાયર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મોકડ્રિલ યોજાઈ હતી. જ્યારે લાંભા અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સેફ્ટી અંગે અસલાલી પોલીસ સ્ટાફ તથા મેડીકલ હેલ્થ સેન્ટરનાં સ્ટાફ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ દરમ્યાન તપન હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકોને દર્દીઓને કઈ રીતે બચાવવા અને તેમને તકલીફ ન પડે તે રીતે કામગીરી કરવા અંગે સમજ પણ આપી હતી. હેમખેમ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી તેવી વગેરે જાણકારી આપી સફળ મોકડ્રિલ કરાઇ હતી.

દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી તેવી વગેરે જાણકારી આપી સફળ મોકડ્રિલ કરાઇ હતી
દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી તેવી વગેરે જાણકારી આપી સફળ મોકડ્રિલ કરાઇ હતી

રાજ્યમાં કોવિડ સહિતની હોસ્પિટલમાં આગની ઘટનાઓ

6 ઓગસ્ટે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

તપન હોસ્પિટલ સ્ટાફ સાથે મળી આગની ઘટનાનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતું
તપન હોસ્પિટલ સ્ટાફ સાથે મળી આગની ઘટનાનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતું

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

ફાયરની મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
ફાયરની મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

8 સપ્ટેમ્બરે વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
ગત સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.

26 નવેમ્બરની કાળી રાતની આગ રાજકોટમાં એ પાંચ દર્દીને ભરખી ગઈ
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો