સોલા આરસી ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ કોલેજના ગેટ પાસે જ છરીનો જીવલેણ ઘા મારી દીધો હતો. બંને વિદ્યાર્થી વચ્ચે એક છોકરી સાથે બોલવા બાબતે લાંબા સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા હુમલાખોરે આ વિદ્યાર્થીને છોકરી સાથે નહીં બોલવા માટે ધમકી પણ આપી હતી.
બારેજામાં રહેતો પ્રિન્સ પટેલ આરસી ટેકનિકલમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સોમવારે પ્રિન્સ બસમાં કોલેજ જવા નીકળ્યો હતો. બપોરના 12 વાગ્યે પ્રિન્સના મિત્રએ તેની માતાને ફોન કરીને કહ્યું હતુ કે પ્રિન્સને કોલેજના ગેટ પાસે કોઈએ છરી મારી દીધી છે.
એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ કોલેજના ગેટ પાસે જ છરીનો જીવલેણ ઘા મારી દીધો
પ્રિન્સની માતાએ પતિને ફોન કરીને જાણ કરતા તે બંને હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતુ કે, સાગર પટેલે છરી મારી હતી. પ્રિન્સને ખુશી નામની છોકરી સાથે મિત્રતા હતી. જ્યારે સાગર પણ ખુશીનો મિત્ર હતો. જો કે પ્રિન્સ - ખુશી સાથે વાત કરતો હોવાનું સાગરને ગમતું ન હતું. જેથી અઠવાડિયા પહેલા સાગરે પ્રિન્સને ધમકી આપી હતી કે તુ ખુશી સાથે વાત કરવાનું બંધ કરી દે જે. નહીં તો મજા નહીં આવે. જો કે સાગરે ધમકી આપી હોવાની વાત પ્રિન્સે તેના પિતાને કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.