ફીનો વિવાદ:અમદાવાદમાં GTUના વિદ્યાર્થીએ સેમેસ્ટર-7માં એક વિષયની પરીક્ષા માટે 7125 રૂપિયા ફી ભરવી પડી

અમદાવાદ5 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • GTUમાં ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાર્મસીનો અભ્યાસ સમય મર્યાદા પૂરો કર્યો નહતો

અમદાવાદમાં GTUમાં ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાર્મસીનો અભ્યાસ સમય મર્યાદા પૂરો કર્યો નહતો જે કારણથી GTU દ્વારા આ વિદ્યાર્થીને ટર્મ ફીના નામે 5 હજાર રૂપિયા ફી લેવામાં આવી છે ઉપરાંત આ વિદ્યાર્થી પાસેથી 2 હજાર રૂપિયા લેટ ફી પણ લેવામાં આવી છે.વિદ્યાર્થીએ કુલ 7125 રૂપિયા ફી ભરી છે.

એક વિષય માટે 7125 રૂપિયા પરીક્ષા ફી ભરવી પડશે
પરીક્ષાની ફી નિયમિત નહીં ભરતા યુનિવર્સિટી દ્વારા લેટ ફી લેવામાં આવે છે પરંતુ GTUના વિદ્યાર્થી પ્રશાંત પટેલે ફાર્મસીના 7માં સેમેસ્ટરની પરીક્ષા માટે ફોર્મ ભર્યું ત્યારે સમય મર્યાદા પૂરી થઇ હોવાથી 125 રૂપિયા રેગ્યુલર ફી ,2 હજાર રૂપિયા લેટ ફી અને 5 હજાર રૂપિયા ટર્મ ફી લેવામાં આવી હતી.સેમેસ્ટર-7૭ ના એક વિષય માટે 7125 રૂપિયા પરીક્ષા ફી વિદ્યાર્થીને ભરવી પડી છે.

7 વર્ષ કરતાં વધુ સમય લીધો માટે ફી વધુ ભરવી પડી
GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે UGCના નોર્મ્સ મુજબ ડીપ્લોમાં 6 વર્ષમાં ડીગ્રી 7 વર્ષમાં પૂરી કરવાની રહે છે પરંતુ વિદ્યાર્થીએ ફાર્મસી માટે 7 વર્ષ કરતા વધુ સમય લીધો હતો જેથી પાંચ હજાર રૂપિયા ટર્મ ફી અને ટર્મ પૂરી થયા બાદ ફોર્મ ભરતા 2 હજાર લેટ ફી અને 125 રૂપિયા પરીક્ષા ફી ભરવાની આવી છે.

વિદ્યાર્થીને ભણવા માટે તક આપી રેગ્યુલર ફી લેવી જોઈએઃ NSUI
NSUIના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે GTU દ્વારા આ રીતે ફી ના લેવી જોઈએ.વિદ્યાર્થી મૂળ GTUનો જ છે તો તેને ભણવા માટે તક આપીને રેગ્યુલર ફી જ લેવી જોઈએ.આ પ્રકારે ફી લેવામાં આવે તો વચ્ચેથી ભણવાનું છોડનાર વિદ્યાર્થીઓ ફી ના કારણે ફરીથી ભણવાનું ચાલુ ના કરી શકે.

અન્ય સમાચારો પણ છે...