તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી અમદાવાદમાં રહેતી યુવતીના ફોટો અપલોડ કર્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીને જાણ થતાં તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને યુવતીઓને બદનામ કરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શાહિબાગમાં રહેતી એક યુવતીના ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને કોઈ અજાણ્યા શખ્સે અપલોડ કરી દીધાં હતાં. જેની યુવતીને જાણ થતાં તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહિબાગમાં વૈભવ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીને તેના મિત્ર પાર્થ પટેલે ફોન કરીને જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર તારા નામની ફેક આઈડી બનાવવામાં આવી છે અને તેમાં તારા ફોટા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી આ યુવતીએ સેજલ પટેલની આઈડી સર્ચ કરતાં જ તેના ફોટા અપલોડ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ફોટા યુવતીએ પોતાના ઈન્સ્ટાગ્રામની આઈડીમાં અપલોડ કર્યાં હતાં. તેણે સમાજમાં બદનામ કરવા કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી ફોટો અપલોડ કર્યા હોવાની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો