ગુજરાતમાં અત્યારસુધી 36.39% વરસાદ થયો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 22% ઓછો વરસાદ છે. અત્યારસુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો, જેને બદલે માત્ર 10 ઇંચ થયો છે, જે 46 ટકાની ઘટ દર્શાવે છે. રાજ્યમાં તમામ 33 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લામાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકા લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે.
રાજ્યના 25 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ છે, જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે. ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર-સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયમાંથી માત્ર 5 જળાશય 100 ટકા ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.54% છે. સરદાર સરોવર ડેમમાં 46.60% છે.
ઉત્તર ગુજરાતમાં 24.38%, મધ્યમાં 43.74%, દક્ષિણમાં 57.82%, કચ્છમાં 22.69%, સૌરાષ્ટ્રમાં 40.52% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 95 જળાશયમાં 25%થી પણ ઓછું પાણી છે.
ઉ.ગુજરાતમાં હજુ માત્ર 31% વરસાદ, જળાશયોમાં 24% પાણી
ઝોન | વરસાદ | ડેમોમાં જળસંગ્રહ (%) | ||||
સ્થિતિ | સરેરાશ | હાલમાં | ટકા | ડેમ | પૂર્ણ ભરેલા | જળસંગ્રહ |
ઉત્તર | 717 મીમી | 226 મિમી | 31% | 15 | 0 | 24.38% |
મધ્ય | 806 મીમી | 280 મિમી | 35% | 17 | 0 | 43.74% |
દક્ષિણ | 1462 મીમી | 588 મિમી | 40% | 13 | 1 | 57.82% |
કચ્છ | 442 મીમી | 140 મિમી | 32% | 20 | 0 | 22.69% |
સૌરાષ્ટ્ર | 701 મીમી | 237 મિમી | 34% | 14 | 4 | 40.52% |
કુલ | 840 મીમી | 306 મિમી | 37% | 207 | 5 | 47.54% |
આ તાલુકામાં વરસાદની ઘટ, લાખણીમાં સૌથી ઓછો
જિલ્લો | તાલુકો | સરેરાશ | હાલમાં | ટકા |
બનાસકાંઠા | લાખણી | 607 મિમી | 46 મિમી | 7.57% |
બનાસકાંઠા | થરાદ | 440 મિમી | 47 મિમી | 10.67% |
કચ્છ | લખપત | 357 મિમી | 53 મિમી | 14.86% |
બનાસકાંઠા | વાવ | 512 મિમી | 63 મિમી | 12.30% |
પાટણ | સાંતલપુર | 443 મિમી | 63 મિમી | 14.24% |
કચ્છ | અબડાસા | 402 મિમી | 76 મિમી | 18.89% |
કચ્છ | રાપર | 490 મિમી | 86 મિમી | 17.55% |
આ અઠવાડિયામાં સારા વરસાદની શક્યતા નથી
આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવાં કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સારો વરસાદ થાય એવી હાલ કોઈ શક્યતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.