ભાસ્કર એક્સક્લૂઝિવ:ગરમીમાંથી આવી આંખમાં ઠંડા પાણીની છાલક મારવાથી આંસુનું પડ સુકાઈ જાય છે અને બનતા 4 કલાક લાગે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગરમી ઉપરાંત કમ્પ્યુટર, ACના વધુ ઉપયોગથી ડ્રાય આઇના કેસ 50% વધ્યા
  • આંખ ખુલ્લી રાખી છાલક મારવાને બદલે પાંપણ બંધ રાખી પાણી છાંટવું

ગરમીને લીધે આંખ લાલ થવી કે ડ્રાય આઇ થતી હોવાનું લોકો માને છે પણ કમ્પ્યુટર અને એરકન્ડિશનના વધુ ઉપયોગથી પણ આંખોની સમસ્યા વકરે છે. આંખને ઠંડક આપવા મોટેભાગે લોકો પાણીની છાલક મારતાં હોય છે. નિષ્ણાતોને મતે, આંખ ખુલ્લી રાખીને પાણીની છાલક મારવાથી આંખ પર રહેલુું આંસુનું લેયર નીકળી જાય છે અને ફરીથી બનતા ચાર કલાક લાગે છે. જેથી ખુલ્લી આંખને બદલે પાંપણો બંધ રાખીને તેમજ પીવાના પાણીથી જ આંખો પર છાલક મારવી જોઇએ.

ગુજરાત ઓપ્થલમોલોજીકલ સોસાયટીના માનદ સેક્રેટરી ડો. જગદીશ રાણા એક્ઝિક્યુટિવ છે કે, ગરમીમાં ડ્રાય આઇના કેસમાં 40-50 ટકાનો વધારો નોંધાયો છે. મેનોપોઝમાં આવેલી અને થાઇરોઇડથી પીડાતી 40 વર્ષથી વધુ વયની મહિલામાં ડ્રાય આઇની તકલીફ વધુ જોવા મળે છે.

  • કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યકિત આંખમાં ભરાયેલી ધૂળ-માટી દૂર કરવા દર 1 કલાકે આંખમાં પાણીની છાલક મારવાથી ડ્રાય આઇની સમસ્યા થઇ હતી, જેથી દર્દીને આંખમાં આંસુ લેયર બનતું ન હોવાથી દિવસમાં 12 વખત આર્ટિફિશિયલ આંસુ (ટીપાં) નાખવા પડતાં હતા.
  • માતા-પિતા સાથે 3 વર્ષનું બાળક રાજસ્થાન ગયું હતું, સતત ગરમીમાં ફરવાથી બાળકની આંખ લાલ થવી, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળ‌વું અને પ્રકાશ સહન ન કરી શકવાની તકલીફ સાથે આવ્યું હતું. જેને લીધે બાળકને એલર્જીક કન્જક્ટિવાઇટીસ અને ડ્રાય આઇનું નિદાન થયું હતું.

આંખમાંથી લુબ્રિકેશન જેવું પડ નીકળી જાય છે
આંખમાં પાણીની છાલક મારવાથી લુબ્રિકેશન માટે આંસુનું એક આવરણ હોય છે, જે નીકળી જાય છે અને આંખમાં કંઈક ખૂંચતું હોય તેવું લાગે છે તેમજ ડ્રાય આઇ બને છે. - ડો. પાર્થ રાણા, વિટ્રીઓ ટ્રોમા સર્જન

અન્ય સમાચારો પણ છે...