રેલવે:અમદાવાદ- ઓરિસ્સા વચ્ચે 3 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓરિસ્સાથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ અને લાંબું વેઈટિંગ લિસ્ટ જોતા રેલવેએ અમદાવાદથી ખુર્દા રોડ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

તમામ રિઝર્વ કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન 3 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. એ જ રીતે હાલ દોડતી ભુજ - દાદર સ્પેશિયલ ટ્રેનને 27 સપ્ટેમ્બરથી વિરમગામ સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...