વોચ ગોઠવાઈ:એરપોર્ટ પર રોકડની હેરફેર અટકાવવા CISFની સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એરપોર્ટ પર10 લાખથી વધુ રોકડ પકડાશે તો ITને જાણ કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીયપક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી હવાઇ પ્રચાર કરી અંદાજે 100 કરોડ ખર્ચ કરશે ત્યારે ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ અમદાવાદ એરપોર્ટ પરથી પૈસાની ન કરે તે માટે એરપોર્ટ પર ફરજ પરની સીઆઇએસએફ દ્વારા વિજિલન્સની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે જે એરપોર્ટ પરથી જતા મુસાફરોની હિલચાલ શંકાસ્પદ પર વોચ રાખશે.

ચૂંટણી દરમિયાન કોઇ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી રૂ. 10 લાખ કે તેની વધુની હેરાફેરી કરતા પકડાશે તો ઈન્કમટેક્સ સેલના અધિકારીઓને તાકીદે જાણ કરાશે. 2017ની ચૂંટણીમાં પૈસાની હેરફેરી કરતા એરપોર્ટ પર પાંચ જેટલા કેસ થયા હતા કેટલાક કેસ ઈન્કમટેક્સના અધિકારીઓએ બાતમીના આધારે પકડ્યા હતા. સીઆઇએસફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગે હેન્ડ લગેજમાં બે નંબરના પૈસાની હેરાફેરી કરવામાં આવે છે.
ચેકઈન બેગેજમાં પણ શંકાસ્પદ બેગ અલગ કરાઈ છે

ચેકઇન બેગેજમાં બે નંબરની મોટી રોકડ લઇ જતા હોય છે આવા કિસ્સામાં અધિકારીએ જણાવ્યું કે બેગેજ મેકઅપ એરિયામાં જ્યાં લગેજ સ્કેનિંગ થઈ ફલાઈટમાં લોડ થાય છે ત્યારે શંકાસ્પદ લાગતી બેગોને અલગ પણ કરવામાં આવે છે. આ માટે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે.

ચૂંટણીમાં તહેનાત CISF જવાનોની રજા રદ

એરપોર્ટની સુરક્ષા માટે ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ સહિત રન-વે, એપ્રોન સહિત વિવિધ પોઇન્ટ પર સીઆઇએસએફના જવાનોની સંખ્યા 700થી વધારી1 હજાર જવાનો તૈનાત કરાયા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જવાનોની રજા કેન્સલ કરી ઇલેક્શન ડ્યૂટી પણ સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...