ઓનલાઇન પદવીદાન:ગુજરાત યુનિવર્સિટીમાં 9973 વિદ્યાર્થીઓનો ખાસ ડિજિટલ પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે બે પદવીદાન સમારોહ યોજાય છે.ત્યારે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં એક પદવીદાન સમારોહ યોજાયો હતો અને ખાસ બીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો. જેમાં 9000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કોરોનાને કારણે ઓનલાઇન પદવીદાન સમારોહ યોજાયો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે 2 પદવીદાન સમારોહ યોજાય છે.જાન્યુઆરી - ફેબ્રુઆરી માં મુખ્ય પદવીદાન અને જુલાઈ ઓગસ્ટમાં મીડ પદવીદાન સમારોહ યોજાય છે.અગાઉ કોરોના ને કારણે રજિસ્ટ્રેશન ના કરાવી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહ આજે યોજાયો જતો જેમાં વિવિધ વિદ્યાશાખાના 9973 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.કોરોના ને કારણે આ ખાસ પદવીદાન સમારોહ ઓનલાઇન જ યોજાયો હતો.

 • વિનયન શાખા - 1883 વિદ્યાર્થીઓ
 • વિજ્ઞાન વિદ્યાશાખા - 1208
 • ઇજનેરી વિદ્યાશાખા - 24
 • કાયદા વિદ્યાશાખા -538
 • તબીબી વિદ્યાશાખા -1627
 • વાણિજ્ય વિદ્યાશાખા -3910
 • દાંત વિજ્ઞાન વિદ્યાશાખા -105
 • ફાર્મસી વિદ્યાશાખા -04
 • શિક્ષણ વિદ્યાશાખા - 673
 • કુલ - 9973 વિદ્યાર્થીઓ
અન્ય સમાચારો પણ છે...