આયોજન:કોરોના ઓસરતાં જ અમદાવાદ શહેરમાં પ્રથમવાર સોકર ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપિલ કોટક, નિરાલી અને ઈમરાન શેખ દ્વારા ફૂટબોલ લીગ યોજાવામાં આવી - Divya Bhaskar
કપિલ કોટક, નિરાલી અને ઈમરાન શેખ દ્વારા ફૂટબોલ લીગ યોજાવામાં આવી
  • અન્ડર-15 ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમ વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ મેચ યોજાશે
  • ​​​​​​​સોકર પ્લેયર્સને પ્રોત્સાહન મળે તેમજ સ્કિલ ડેવલપ થાય તે હેતુથી ફૂટબોલ લીગ યોજાઈ

માર્ચ 2020થી કોરોનાનું સંક્રમણ વધતાં સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ સમયગાળાથી લઈને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર શરૂ થઈ તે પહેલાં થોડી છુટછાટ મળી હતી પરંતુ બીજી લહેર શરૂ થતાંની સાથે જ ફરીવાર અમદાવાદમાં મિની લોકડાઉન લાદવામાં આવ્યું હતું. હવે કોરોનાની બીજી લહેર ઓસરી ગઈ છે અને સ્થિતિ નોર્મલ થઈ રહી છે. ત્યારે શહેરમાં ફરી એક વાર વિવિધ ટુર્નામેન્ટ યોજાવાની શરૂ થઈ ગઈ છે.

ASC વિલિયમ જોહ્નસ કપ 2021' અમદાવાદ સોકર ચેમ્પ્સની ટીમ દ્વારા યોજવામાં આવ્યો
ASC વિલિયમ જોહ્નસ કપ 2021' અમદાવાદ સોકર ચેમ્પ્સની ટીમ દ્વારા યોજવામાં આવ્યો

કુલ 8 ટીમ વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ મેચ યોજાશે
શહેરમાં કોરોનાના ઓસરતાં જ પ્રથમવાર સોકર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.' ASC વિલિયમ જોહ્નસ કપ 2021' અમદાવાદ સોકર ચેમ્પ્સની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે. કપિલ કોટક, નિરાલી અને ઈમરાન શેખ દ્વારા સોકર પ્લેયર્સને પ્રોત્સાહન મળે તેમજ સ્કિલ ડેવલપ થાય તે હેતુથી ફૂટબોલ લીગ યોજાઈ છે. રશ અરેના, જીએમડીસી ખાતે ગઈકાલથી શરૂ થયેલી અન્ડર-15 ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમ વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ મેચ યોજાશે.