ક્રાઈમ:થલતેજમાં વૃદ્ધાની ચેઇન ઝૂંટવી ભાગેલો સ્નેચર પકડાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થલતેજ સૂરધારા સર્કલ પાસેથી સ્કૂટર ઉપર પસાર થઇ રહેલા વૃધ્ધ દંપતિ પૈકી વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી સ્કુટર સવાર સ્નેચર ભાગ્યો હતો. જો કે 500 મીટર દૂર શાલ હોસ્પિટલના ગેટ બહાર જ સ્કૂટર સ્લીપ થઇ જતા ચેઈન સ્નેચર પકડાઈ ગયો હતો. 

સોલામાં રહેતા યોગીતાબહેન થલતેજ સૂરધારા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્નેચર સોનાનો દોરો ઝૂંટવી ભાગ્યો હતો. જોકે સ્નેચર નવાઝ પઠાણ માંડ 500 મીટર દૂર જતા શાલ હોસ્પિટલ પાસે તેનું સ્કૂટર સ્લીપ થઇ જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...