તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અમદાવાદના કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના સ્ટોર રૂમમાં શોર્ટસર્કિટથી આગ; કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબા હેઠળના કાંકરિયા મંદિરમાં આગથી દોડધામ - Divya Bhaskar
કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબા હેઠળના કાંકરિયા મંદિરમાં આગથી દોડધામ
  • આગ લાગ્યાની જાણ થતાં લોકો રસ્તા પર દોડી આવ્યા
  • ધુમાડા દેખાતા લોકોએ પાણી છાંટી આગ પ્રસરતાં રોકી

મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એક રૂમમાં શોર્ટસર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગડે તુરંત દોડી આવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

ફાયરબ્રિગેડે પહોંચી જઈને આગ પર કાબૂ મેળ‌વી લીધો હતો. આગ વખતે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી.
ફાયરબ્રિગેડે પહોંચી જઈને આગ પર કાબૂ મેળ‌વી લીધો હતો. આગ વખતે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી.

ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો
મણિનગરમાં પેટ્રોલપંપની સામે આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબેના કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના સ્ટોર રૂમમાં સોમવારે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગને કારણે રૂમમાં પડેલો સામાન સળગતા ધુમાડાના ગોટા પ્રસરતા આગની જાણ થઈ હતી, જેને પગલે મંદિરના સંતો તથા અન્ય સ્ટાફ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી તેમ જ જાતે શકય તેટલો પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરાયો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ફાયરબ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા મુજબ, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગી ત્યારે આસપાસની રૂમમાં કે સ્ટોર રૂમમાં કોઈ હાજર ન હતું તેમ જ આગ વધુ પ્રસરે તે પહેલા તેને કાબૂમાં લઈ લેવાઈ હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહતી. આ બાબતે મંદિર પરિસરના સંતે કહ્યું હતું કે, સ્ટોર રૂમમાં લાગેલી આગમાં સદનસીબે કોઈને ઈજા પણ થઈ નથી. ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં પ્રસરતા લોકોમાં આગ લાગ્યાની જાણ થતા લોકો મંદિરના રોડ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડની કામગીરી બાદ આગ ઓલવાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...