સેમિનાર:મહિલા આયોગે 45000 મહિલાઓને ન્યાય અપાવ્યો, 57000થી વધુને રસીકરણ પણ કરાવ્યું: લીલાબેન અંકોલીયા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટીમાં મહિલાઓ માટે સેમિનાર રાખવામાં આવ્યો હતો
  • સેમિનારમાં મુખ્ય મહેમાન તરીક મહિલા યોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા હાજર રહ્યાં

ગુજરાત યુનિવર્સિટીમાં આજે મહિલાઓ માટે સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ મહિલા ફેકલ્ટી અને વિદ્યાર્થીની હાજર રહી હતી ત્યારે સેમિનારમાં મુખ્ય મહેમાન તરીક મહિલા યોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા હાજર રહ્યા હતા.લીલાબેને લોકોને સંબોધતા કહ્યું હતું કે હું મહિલા આયોગમાં આવી ત્યારથી 45,000 મહિલાઓને ન્યાય અપાવ્યો છે.

કોરોનાકાળમાં 10,000 મહિલાઓને વેબિનાર દ્વારા જોડ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, મારે મહિલા આયોગમાં 15 વર્ષ જેટલો સમય થયો છે.આ સમય દરમિયાન અને કિસ્સા અમારી સામે આવ્યા છે જેમાં અમે 45000 મહિલાઓને ન્યાય અપાવ્યો છે. કોરોનાકાળમાં પણ 10,000 ગ્રામીણ મહિલાઓને વેબિનાર દ્વારા જોડ્યા હતા અને તેમને પરિવાર સાચવવા માર્ગદર્શન આપ્યું હતું. 57000થી વધુની અમે રસીકરણ પણ કરાવ્યું છે. અમારી નારી અદાલતમાં 400 દીકરીઓ કામ કરે છે. 33 જીલ્લા પ્રમાણે 33 વકીલો પણ કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં તો પોલીસ કરતા પહેલા અમને બનાવની જાણ થાય છે.અમારા 6000 જેટલા લોકો સતત કાર્યરત છે.

સેમિનારમાં 1 લાખ લોકો સુધી જોડાયા હતા
વધુમાં લીલાબેને જણાવ્યું હતું કે, ગત વર્ષે અમે 30 યુનિવર્સિટીમાં સેમીનાર કરીને 1 લાખ લોકો સુધી જોડાયા હતા. આજે પણ ગુજરાત યુનિવર્સિટીમાં સેમીનાર કરું છું તેમાં દીકરીઓને એક જ વાત કહીશ કે તમે મર્યાદા પર નહિ કરો તો કોઈ સમસ્યા નહિ આવે. છેડતી, સાયબર ક્રાઈમ જેવા બનાવોથી ખાસ કાળજી રાખવી અને તેનાથી સતર્ક રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...