યુ-ટર્ન:ખાડિયામાંથી સંઘના કાર્યકરે અંતે ઉમેદવારી પાછી ખેંચી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભૂષણ ભટ્ટ સાથે મુલાકાત પછી યુ-ટર્ન
  • રાષ્ટ્રવાદના મુદ્દે ફોર્મ પાછું ખેંચ્યાનો દાવો

ખાડિયા-જમાલપુર બેઠક પર સંઘના કાર્યકરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેમણે માત્ર 48 કલાકમાં ફોર્મ પરત ખેંચી લીધું છે. અપક્ષ ઉમેદવાર અમરીષ પંચાલે 17 તારીખે ફોર્મ ભર્યું હતું અને 18 તારીખ રાત્રે બે વાગ્યે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ તેમના ઘરે પહોંચ્યા હતાં. શનિવારે આરએસએસના કાર્યકરે ફોર્મ પરત ખેંચી લીધું છે.

આરએસએસના સ્વયંસેવક અમરીષ પંચાલે અગાઉ વિસ્તારમાંથી ઘર ખાલી કરવા ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો.અમરીષ પંચાલને પૂછતાં તેમણે કહ્યું કે, શુક્રવાર રાત્રે 2 વાગ્યે ભૂષણ ભટ્ટ તેમના ઘરે આવ્યા હતા અને અડધો કલાક સુધી બેઠા હતા. હાલ તો તેઓ રાષ્ટ્રવાદના મુદ્દે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું કહી રહ્યાં છે, પરંતુ તેમના ઉપર ફોર્મ પરત ખેંચવા માટે ભારે દબાણ હતું. જ્યાં સુધી તેમણે ફોર્મ પરત ન ખેંચ્યું ત્યાં ભાજપના સમર્થકોએ તેમનો પીછો છોડ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...