તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પર હુમલો:'તમે પોલીસવાળાઓએ મને કેમ રોક્યો છે?' અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂમાં બહાર ફરતો રીક્ષાચાલક પોલીસકર્મીને છરી મારી ફરાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • જમાલપુરમાં રાત્રે 3 વાગ્યે ફરી રહેલા રીક્ષા ચાલકને પોલીસે અટકાવ્યો હતો
  • પોલીસે સવાલ પૂછતા અકળાયેલા ચાલકે ઝપાઝપી શરૂ કરી હતી

રથયાત્રાને લઈ જમાલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને નાઈટ કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેની વચ્ચે ગાયકવાડ હવેલી પોલીસ પર એક રીક્ષાચાલકે છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. છરી માર્યા બાદ રીક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે અજાણ્યા રીક્ષાચાલક સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે.

નાઈટ કર્ફ્યૂમાં બહાર ફરતા રીક્ષા ચાલકને પોલીસે અટકાવ્યો
બનાવની વિગતો મુજબ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા LRD નરેન્દ્રસિંહ મોડી રાત્રે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. રાતે ત્રણ વાગ્યાની આસપાસ જમાલપુર ચાર રસ્તા પાસે એક રીક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાથી તેને રોક્યો હતો. જોકે કર્ફ્યુ સમયે બહાર નીકળવા અંગે પૂછપરછ કરતાં આ રીક્ષા ચાલકે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

રીક્ષા ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરી
જેથી નરેન્દ્રસિંહ તેની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને 'તમે પોલીસવાળાઓએ મને કેમ રોક્યો છે? મને જવા દો' તેમ કહીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં રીક્ષા ચાલક નીચે પડી ગયો હતો. અને એકદમ ઊભો થઈને તેની પાસે રહેલ છરીથી પોલીસકર્મીના ગળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ પર છરી વડે હુમલો કર્યો
​​​​​​​
જોકે પોલીસકર્મીએ સ્વબચાવ કરતા પડી ગયા હતા. પરંતુ આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસકર્મીને પિંડીના ભાગે છરી વાગી હતી, અને લોહી નીકળ્યું હતું. આ જોઈ તુરંત આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી પણ આગળ જતાં નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર આપીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.