પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી માટેના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. એટલું જ નહીં પરંતુ હરિભક્તો સહિતના લોકો શતાબ્દી મહોત્સવની ઉજવણીની આનંદ અને ઉંમગથી ભાગ લેવા થનગની રહ્યાં છે. ત્યારે આ શતાબ્દી મહોત્સવની ઉજવણી ભલે 15મી ડિસેમ્બર-2022થી શરૂ થવાની હોય પરંતુ દેશ-વિદેશમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી 2015થી જ શરૂ થઇ ગઇ હતી. આ મહોત્સવને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે મહંતસ્વામીની આજ્ઞાથી સૌ કોઇ તેના કામમાં પરોવાઇ ગયા છે. મહંતસ્વામીની આજ્ઞાને અનુસરીને જ સાધુ એ.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલતું અક્ષર પુરષોત્તમ સંગીત વુંદની ટીમ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 કિર્તન-આરાધન કરવાનું નક્કી કર્યું હતું. આજદિન સુધી 97 કિર્તન-આરાધના પૂર્ણ કરી છે. આગામી 30મી નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના બાપુનગર સ્થિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં 100મી કિર્તન-આરાધના યોજવામાં આવનાર છે.
મંદિર ઉપરાંત સંસ્કાર ધામમાં કિર્તન આરાધના
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઇને પ્રગટગુરુ હરિ મહંતસ્વામીની આજ્ઞાથી સાધુ એ.પી. સ્વામીના માર્ગદર્શનથી અક્ષર પુરષોત્તમ સંગીત વુંદ ચાલી રહ્યું છે. મહંતસ્વામી, ઇશ્વરચરણ સ્વામી તથા કોઠારી સ્વામીની આજ્ઞાથી એ.પી. સ્વામી તથા અક્ષરવત્સલ સ્વામીએ આ વુંદની રચના કરી હતી. વચ્ચે થોડો સમય બંધ થઇ હતી. ફરીવાર નવી ટીમ ઊભી કરવામાં આવી છે. આ વુંદ દ્વારા મંદિર ઉપરાંત સંસ્કાર ધામમાં કિર્તન આરાધના કરવામાં આવતી હોય છે. અને હરિભક્તોના ઘરે લગ્નપ્રંસગ, જન્મદિવસની ઉજવણીથી માંડીને માઠાં પ્રસંગો જેવાં કે ધામગમન કે બેસણાંના પ્રસંગમાં કિર્તન આરાધના કરવા જાય છે. કિર્તન આરાધનાની નોંધણી કરાવવાની હોય છે. ત્યાં એ.પી. સ્વામી મહારાજની સાથે સંગીત વુંદની ટીમના સભ્યો જે તે સ્થળે પહોંચીને કિર્તન આરાધના કરે છે. ખાસ રાત્રિના સમયે આ કિર્તન આરાધના કરવામાં આવતી હોય છે. બાકી પ્રસંગ પ્રમાણેનો સમય હોય છે.
100મી કિર્તન-આરાધના બાપુનગર સંસ્કાર ધામમાં
આ પ્રસંગોપાત ગાવાના કિર્તનો- આરાધના એ.પી. સ્વામી સહિતની ટીમ તૈયાર કરે છે. તેની પ્રેકટીસ કરવામાં આવે છે. કોણ કયા કિર્તન ગાશે વગેરે નક્કી કરવામાં આવે છે. તે પ્રમાણે જ આખુંય વુંદ ઘણાં સમયથી કાર્યરત છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રગટગુરુ હરિ મહંતસ્વામીની આજ્ઞાથી અક્ષરપુરષોત્તમ સંગીત વુંદ દ્વારા 100 કિર્તન આરાધના કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રથમ કિર્તન આરાધના અમદાવાદના કુષ્ણનગર સંસ્કાર ધામમાં 02-05-2018થી શરૂ કરવામાં આવી હતી. આમ તો આ કિર્તન આરાધના પૂર્ણ થઇ ગઇ હોત પરંતુ કોરોનાના કારણે લગભગ બે વર્ષ સુધી આ કિર્તન-આરાધના કરવી દુષ્કર હતી. કોરોનાના નાબૂદ થયાંની જાહેરાત થતાં જ તે પુનઃ શરૂ કરવામાં આવી છે. અત્યારસુધીમાં 97 કિર્તન-આરાધના પુર્ણ થઇ ગઇ છે. આગામી તા.30મી નવેમ્બરના રોજ 100મી કિર્તન-આરાધના અમદાવાદના બાપુનગર સંસ્કાર ધામમાં પૂર્ણ કરીને સંકલ્પ પુરો થશે.
કઇ કિર્તન-આરાધના | તારીખ | સ્થળ |
98મી | 19-11-2022 | ઘુમા-બોપલ |
99મી | 25-11-2022 | નવા નાઇકા, બારેજા |
100મી | 30-11-2022 | બાપુનગર સંસ્કાર ધામ |
વુંદમાં કયા-કયા છે વાદ્યો?
તબલાં, કી બોર્ડ, ઓક્ટોપેડ, સાઇડ રીધમ, હાર્મોનિયમ, ફલૂટ, વાયોલીન, ગીટાર
કોણ શું ગાય છે?
મંગલાચરણ ધૂન કિર્તન આરાધનામાં ધૂન, કિર્તન, દુહા અને છંદ
મંગલાચરણ ધૂન
- સ્વસ્તિકભાઇ રાવલ
- બાલિન વ્યાસ
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
- સતીશભાઇ પંડયા
નારાયણ વસે છે નારાયણ સ્વરુપ સંતમાં
- યોગેશભાઇ ચૌહાણ
હરિ તુ ગાડુ મારું કયાં
- ગીરીશભાઇ રાઠોડ
તારી ઉતરેલી પાઘ મને
- સ્વસ્તિકભાઇ રાવલ
હરિ બિન કૌન હરે મોરી
- બાલિનભાઇ વ્યાસ
દો દિન કા જગ મે મેલા
- પૂ. એ.પી. સ્વામી
એરી એરી આજ રંગ મહોલ મેં
- સ્નેહભાઇ પટેલ
ઓરા આવોને ધર્મકુમાર રે રાખું
- કનુભાઇ મેવાડા
વાદ્ય વુંદ
તબલા, ઢોલક
- રીશી કામેશભાઇ પટેલ
- ધ્રુવીન મિસ્ત્રી
હાર્મોનિયમ
- બાલિન વ્યાસ
કી બોર્ડ
- ગીરીશભાઇ રાઠોડ
ઓક્ટોપેડ
- વિનોદભાઇ જેઠવા
સાઇડ રિધમ
- મુકેશભાઇ ભાવસાર
- ધર્મેન્દ્રભાઇ જાદવાણી
ઉદ્દઘોષક
- ચંદ્રેશભાઇ રૈયા
ક્યા વર્ષમાં કેટલી કિર્તન-આરાધના યોજાઈ
2018 | 9 |
2019 | 24 |
2020 | 8 |
2021 | 12 |
2022 | 44 |
કુલ કિર્તન આરાધના | 97 |
હજુ એક લાખ રૂપિયા સેવા આપવાનો સંકલ્પ છે- દિપકભાઇ પટેલ
આ અંગે અક્ષર પુરષોત્તમ સંગીત વુંદના મુખ્ય સંચાલકની ભૂમિકા ભજવતાં દિપકભાઇ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રગટગુરુ હરિ મહંતસ્વામીની આજ્ઞાથી કોઠારી સ્વામી તેમ જ ઇશ્વરચરણ સ્વામીના આર્શીવાદથી અને એ.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 કિર્તન-આરાધના કરવાનો સંકલ્પ કર્યો હતો. 97 કિર્તન - આરાધના પૂર્ણ કરી દીધી છે. 100મી કિર્તન-આરાધના 30મી નવેમ્બરના રોજ પુરી થશે. અમદાવાદ તથા તેની આસપાસના ગામડાંઓમાં આ કિર્તન આરાધના કરી હતી. 2018થી આ કિર્તન આરાધના શરૂ કરી હતી.
કોરોનાના કારણે બંધ કિર્તન આરાધના ફરીવાર શરૂ
પહેલાં વર્ષમાં જ 25થી 27 કિર્તન આરાધના કરવામાં આવી હતી. વચ્ચે કોરોનાના કારણે તે બંધ થઇ ગઇ હતી. પરંતુ હવે ફરીવાર શરૂ થઇ ગઇ છે. આ કિર્તન આરાધના સંસ્કાર ધામ, હરિભક્તોના સારા-નરસાં પ્રસંગોએ કરવામાં આવે છે. આ કિર્તન આરાધના આમ તો વિનામૂલ્યે કરવામાં આવે છે. પરંતુ કોઇ હરિભક્ત દ્વારા સેવા આપવામાં આવે તો તે જમા થયેલી સેવા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં અર્પણ કરી દેવામાં આવે છે. તાજેતરમાં પ્રગટગુરુ હરિ મહંતસ્વામી મહારાજ અમદાવાદમાં આવ્યા હતા ત્યારે 51,000 રૂપિયાની સેવા તેમના ચરણોમાં અર્પણ કરી હતી. બીજી એક લાખની રકમ અર્પણ કરવાનો સંકલ્પ છે.
અમારી ટીમમાં પ્રોફેશનલ પ્લેયરો પણ છે- રીશી પટેલ
તબલાવાદક રીશી કામેશભાઇ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, અમારી ટીમ પાસે તબલા, ઢોલ, કી બોર્ડ, સાઇડ રીધમ, ઓક્ટોપેડ, ફલૂયટ મળીને સાતથી આઠ પ્રકારના વાદ્યો છે. હું જયારથી આ સંગીત વુંદ શરૂ થયું ત્યારથી તેમાં જોડાયેલો છું. અમારી ટીમમાં પ્રોફેશનલ પ્લેયરો પણ છે.
સારા-નરસાં પ્રસંગોને અનુરુપ કિર્તન- બાલિન વ્યાસ
ગાયક બાલિન વ્યાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમારી ટીમમાં અમદાવાદના જુદા જુદા મંડળો જેવાં કે ચાંદખેડા, બોપલ વગેરે મંડળોના વ્યક્તિઓ છે. અમે સારા અને માઠાં પ્રસંગોએ હરિભક્તોને ત્યાં કિર્તન આરાધના કરવા જઇએ છીએ. પ્રસંગોપાત અમે કિર્તન કરતાં હોઇએ છીએ. એ.પી. સ્વામીને પૂછીને અમે કિર્તન તૈયાર કરીએ છીએ. અને કયા કાર્યક્રમમાં કયા કિર્તન ગાવવાના તે પણ સ્વામીને પૂછીને પહેલેથી નક્કી કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.