પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો:અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની 1590 કિલો ચમચીનો જથ્થો પકડાયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.એ ઓઢવના બે ગોડાઉન સીલ કર્યાં

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મ્યુનિ. પૂર્વ ઝોન સોલિડ વેસ્ટ વિભાગે શનિવારે ઓઢવમાં બે ગોડાઉનમાંથી જ 1590 કિલો જેટલો પ્લાસ્ટિકની ચમચીનો જપ્ત કરવામાં આ‌વ્યો છે.

ઓઢવ ખાતે શિવમ એસ્ટેટમાં આવેલા રવિ પ્લાસ્ટિક અને કૈલાશ એસ્ટેટ ખાતે આવેલા નીતિન પ્લાસ્ટિકના બે યુનિટના ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકની ચમચીઓ સ્ટોર કરેલી હોવાનું પૂર્વ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જાણ થઇ હતી. જે બાદ આ સ્થળેથી મ્યુનિ. દ્વારા 1590 કિલો જેટલો પ્લાસ્ટિકનો જપ્ત કરવામાં આવ્યો છે. બંને ગોડાઉનને પણ મ્યુનિ. દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...