કાર્યવાહી:સાણંદમાં ગેરકાયદે 1200 કિલો લુઝ કપાસના બિયારણનો જથ્થો પકડાયો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની ગુણવતા નિયંત્રણની ટીમ દ્વારા અનધિકૃત બિયારણ અને જતુંનાશક દવાનો જથ્થો પકડી હાથ ધરાયેલી કાર્યવાહી

જિલ્લાની ગુણવતા નિયંત્રણ ટીમ દ્વારા સાણંદમાં ગેરકાયદે 3200 પેકેટ અને 1200 કિલો લુઝ કપાસના બિયારણન જથ્થો ઉપરાંત જંતુનાશક દવાનો જથ્થો પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની ગુણવતા નિયંત્રણની સંયુકત ટીમ દ્વારા વિવિધ ઉત્પાદકો અને વિક્રેતાઓની ખરીફ સિઝન માટે જરૂરી કપાસ પાકના બિયારણનો તથા જંતુનાશક દવાનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો.

સંયુકત ખેતી નિયામક અમદાવાદની આગેવાની હેઠળ સાણંદ તાલુકાના મૌરૈયાગામમાં આવેલા ગોડાઉનની તપાસ પણ કરાઇ હતી. તપાસ દરમિયાન કપાસના બિયારણનો અલગ અલગ વેરાઇટીમાં 3200 પેકેટનો જથ્થો અને પિંકગાર્ડના નામથી ખાલી પાઉચ તેમજ અંદાજિત 1200 કિલો લુઝ તપાસ બિયારણનો ગેરકાયદે જથ્થો પકડાયો હતો.

ઉપરાંત પેકિંગમાં 780લીટર વીંડગાર્ડ (ગ્લાયફોસેટ દવા) તેમજ 7200 લીટર જેટલી પોપ્યુલર બ્રાંડ ગ્લાયફોસેટ દવાનો 200 લી.પેકીંગમાં જથ્થો ગેરકાયદે હાલતમાં પકડાયો હતો. આમાંથી કપાસ બિયારણના વિવિધ બ્રાન્ડના તેમજ લુઝ કપાસ બ્રિજના જથ્થામાંથી કુલ સાત નમુનાઓ પર્યાવરણ સુરક્ષાઅધિનિયમ 1986 અંતર્ગત લઇ પૃથક્કરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે.

નવી સૂચના મળે નહીં ત્યાં સુધી જથ્થાને અટકાયતમાં લેવાયો છે. ગોડાઉનના સ્થળ પર જંતુનાશક દવા અને બિયારણનાં વેચાણ કે ઉત્પાદનનું કોઇ લાઇસન્સ ઉપલબ્ધ થયું ન હોઇ પ્રાથમિક દ્વષ્ટિએ તમામ જથ્થો બિનઅધિકૃત પ્રકારનો હોવાનું સાબિત થતાં સબંધિત તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આગામી સમયમાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...