તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસે ખોવાયેલું ધન પાછું મળ્યું:મણિનગર પાસે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ભરેલું પર્સ પડી ગયું, પોલીસને મળતાં મૂળ માલિકને પરત કર્યું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે માલિક પર્સ માલિકને વેરિફાઇ કરી પર્સ સોંપ્યું હતું - Divya Bhaskar
પોલીસે માલિક પર્સ માલિકને વેરિફાઇ કરી પર્સ સોંપ્યું હતું
 • મણિનગર રેલવે સ્ટેશન નજીકથી પોલીસને પર્સ મળ્યું હતું
 • સ્થાનિકોને જાણ કરતા મૂળ માલિક પર્સ લેવા પરત આવ્યા

આજે ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની વસ્તુ ખરીદી કરે છે અને આજના દિવસે જ્યારે ખરીદેલું ધન ખોવાઇ જાય અને પરત મળે તો અનોખો આનંદ થાય તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે બની છે. ખોખરામાં રહેતી એક મહિલાનું સોના અને ચાંદીના દાગીના ભરેલું પર્સ પડી ગયું હતું. જે પોલીસને મળી આવ્યું હતું. પોલીસે આસપાસ લોકો અને દુકાનદારોને જાણ કરી હતી કે કોઈ પર્સ લેવા આવે તો જાણ કરજો જેથી આ મહિલા પૂછપરછ કરવા આવતા પોલીસ ચોકીએ પહોંચી હતી અને પોલીસે તેને વેરિફાઈ કરી પરત આપ્યું હતું.

પર્સમાં 1 લાખ જેટલી કિંમતના દાગીના હતા
દિવાળીને લઈ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન પોલીસ ચોકીના PSI સી. બી. ગૌસ્વામી તથા લોકરક્ષક અશ્વિનભાઇ ફૂટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાનમાં રેલવે સ્ટેશન નજીલ એક લેડીઝ પર્સ મળી આવ્યું હતું. જે પર્સમાં તપાસ કરતા સોનાનો બે તોલાનો ચેઈન તથા ચાંદીના પગમાં પહેરવાના ઝાંઝર જેવા દાગીના હતા તથા રોકડ રકમ મળી કુલ અંદાજે 1 લાખ રૂપિયાનો સામાન હતો. પોલીસને પર્સમાંથી માલિકના કોઈ પુરાવા મળ્યા ન હતા. જેથી જ્યાંથી પર્સ મળ્યું ત્યાં અને આસપાસના લોકો, લારી અને દુકાનદારોને કહ્યું હતું કે જો કોઈનું પર્સ ખોવાયું હોય તો પોલીસ ચોકીએ મોકલજો.

મૂળ માલિકને વેરિફાઇ કરી પર્સ પરત કર્યુ
એક કલાક બાદ પર્સના મૂળ માલિક લક્ષ્મીબેન નટરાજન સંગતુર (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્વાદયનગર, ખોખરા) પર્સ શોધતા શોધતા ત્યાં પહોંચ્યા હતા. જેથી તેઓને જાણ કરી હતી કે તમે રેલવે પોલીસ ચોકી જાઓ ત્યાં એક પર્સ પોલીસને મળ્યું છે. પોલીસે આ બાબતે લક્ષ્મીબેનનું જ પર્સ છે કે કેમ તેનું વેરીફાઈ કરી પરત કર્યું હતું. આજે ધનતેરસના દિવસે ખોવાયેલું ધન પરત મળતાં લક્ષ્મીબેને ખુબજ આનંદ થયો હતો.

વંથલીમાં પણ આવી ઘટના બની હતી
જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના પરિવારની સોનું, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી જતાં પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આ બેગ 60 વર્ષના વૃદ્ધને મળતાં તેણે આ બેગ પોલીસને સોંપી હતી, જેથી પોલીસે વંથલીના પરિવારને જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું. મહત્ત્વનું છે કે સુખપુરની મહિલાનો 5 લાખ ભરેલો સામાન પડી જતાં જૂનાગઢ પોલીસે મહિલાની શોધખોળ કરી પરત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો