કાર્યવાહી:આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને ધમકી આપનાર પોલીસપુત્ર પકડાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોલા હાઈકોર્ટ પોલીસે અગાઉ 2 વ્યાજખોરની ધરપકડ કરી હતી

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને ધાકધમકી આપીને આત્મહત્યાનો પ્રયાસ કરવા મજબૂર કરનાર પોલીસપુત્ર વિષ્ણુ ભરવાડની સોલા હાઈકોર્ટ પોલીસે ધરપકડ કરી હતી. વિષ્ણુ ઉપરાંત અન્ય 2 વ્યાજખોરો પાસેથી યુવકે પૈસા લીધા હોવાથી પોલીસે અગાઉ હોમગાર્ડ જવાન રાહુલ શર્મા અને રિન્કુની ધરપકડ કરી હતી. વિષ્ણુના પિતા વાલાભાઈ ભરવાડ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

ચાંદલોડિયાની સતાધાર સોસાયટીમાં રહેતા સુરેશ રૂપાભાઈ સાપેલા(31) ચાંદલોડિયા ઓમ રેસિડેન્સીની નીચે જયઅંબે પાન પાર્લર ધરાવે છે. લોકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે વિષ્ણુ ભરવાડ, રાહુલ શર્મા અને રિન્કુ પાસેથી 10થી 12 ટકાના વ્યાજે રૂ.5.83 લાખ લીધા હતા.

તેમાંથી 3 લાખ જેટલા રૂપિયા સુરેશે તેમને પાછા આપી દીધા હતા. ત્રણેય પૈસાની ઉઘરાણી માટે સુરેશને ધાકધમકી આપીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા,જેથી તંગ આવી ગયેલા સુરેશે દુકાનમાં જઈને ફિનાઈલ પી લઇ, હાથના કાંડાની નસો કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...