અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:દાણીલીમડામાં પોલીસકર્મી અને વસ્ત્રાલમાં શિક્ષકનું બાઇક ચોરી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ચોરી, લૂંટ સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જેથી શહેર હવે અસુરક્ષિત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં 2 અલગ અલગ ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં દાણીલીમડામાં પોલીસ કોન્સ્ટેબલ અને રામોલ વિસ્તારમાં શિક્ષકનું બાઇક ચોરી થઇ છે. જે બનાવો અંગે હાલ તો પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા જીગ્નેશભાઈ રમેશભાઈ બારૈયા(ઉ.25)એ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે રહે છે અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. શનિવારે રાત્રે જીજ્ઞેશભાઈ દાણીલીમડા પોલીસ લાઈનના ગેટ બહાર ગલ્લા પાસે પોતાનું બાઇક પાર્ક કરી ઘરે જતા રહ્યા હતા. બાદમાં સવારે ત્યાં જઈ જોતા પાર્ક કરેલ બાઇક ન મળી આવતા તેઓને બાઇક ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

બીજા બનાવમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રાકેશ કુમાર તેજબહાદુર ક્ષત્રિય(ઉ.34)રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ વસ્ત્રાલ ખાતે આવેલ માધવ ઇન્ટરનેશનલ સ્ફુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 6 સપ્ટેમ્બરે નિત્યક્રમ મુજબ તેઓ શાળાનું કામ પતાવી નોકરી પર પહોંચ્યા હતા. બાદમાં તેમને પોતાનું બાઇક સ્કૂલ બહાર પાર્ક કર્યું હતું. જોકે ત્યારબાદ રાકેશભાઈએ બાઇક લેવા જતા બહાર જઇ જોયું હતું, ત્યારે બાઇક ન મળી આવતા બાઇક ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...