આદેશ:લેન્ડગ્રેબિંગના 5 કેસમાં 21 સામે પોલીસ ફરિયાદ કરાશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી
  • 21 લોકોએ 21 કરોડની જમીન પચાવી પાડી હતી

જમીન અથવા મિલ્કત પચાવી પાડવાના ગુનાના ઉકેલ માટે રચાયેલી લેન્ડગ્રેબિંગની બેઠકમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં પાંચ કેસમાં 21 કરોડની જમીનમાં 21 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો.

ગત જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીમાં મળેલી 12 બેઠકોમાં સરકારી 19 સહિત કુલ 60 કેસનો નિકાલ કરી 2650 કરોડની 9,70,535 ચો.મી. જમીનમાં 313 આરોપી સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. જેની જંત્રી પ્રમાણે 686.84 કરોડ જમીન થાય છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ કહ્યું કે, કોઈપણ જમીન કે મિલકત ગેરકાયદે પચાવનાર તત્વો વિરુદ્ધ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી શકે છે.

340માંથી 24 કેસનો નિકાલ કરાયો
જિલ્લા જમીન તકેદારી સમિતિ (સીટ)ની બેઠકમાં 340 કેસોમાંથી 24 કેસનો નિકાલ કરાયો હતો. આમાંથી 3 કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. 21 કેસ દફતરે કરાયા હતાં. 314 કેસ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...