તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:મોટેરામાં ટીપી કપાત હેઠળ આસારામ આશ્રમ પાસેથી 55 કરોડના પ્લોટનો કબજો લેવાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વસ્ત્રાલમાં પણ મ્યુનિ.ના પ્લોટમાં બંધાઈ ગયેલાં ઝૂંપડાં હટાવાયાં

મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 21નો અમલ શરૂ કર્યો છે. જે હેઠળ આસારામ આશ્રમની 5489 ચો.મી.નો 55 કરોડની કિંમતની પ્લોટનો મ્યુનિ.એ કબજો મેળવી લીધો છે. વસ્ત્રાલમાં પણ મ્યુનિ.ના પ્લોટમાંથી ઝૂંપડા દૂર કરાયા હતા.

આસારામ આશ્રમના ફાઈનલ પ્લોટ નં. 412 ટી.પી. સ્કીમ હેઠળ પાર્ક એન્ડ ગાર્ડનના હેતુ માટે અનામત રાખવામાં આવી છે. 5489 ચો.મી. જમીનનો કબજો મેળવવા માટે મ્યુનિ. દ્વારા ટી.પી. અંતર્ગત જમીનના માલિક આસારામ આશ્રમની સાથે ચર્ચા કરતાં તેમણે સંમતિથી આ પ્લોટ આપવાની તૈયારી દર્શાવી હતી. જે સાથે આ પ્લોટ તેમના દ્વારા ખાલી કરી દેવામાં આવતાં મ્યુનિ. એસ્ટેટ ટીડીઓ વિભાગે તેનો કબજો મેળવી લીધો હતો. આ ઉપરાંત તંત્ર દ્વારા મોટેરાના ટી.પી. સ્કીમ નં. 46માં ફાઈનલ પ્લોટ નં. 217નો પણ કબજો મેળવ્યો હતો. આ પ્લોટ પર 22 જેટલા ઝૂંપડા બનેલા હતા. મ્યુનિ. દ્વારા પ્લોટ સેલ ફોર રેસિડન્સ માટે અનામત છે.

વસ્ત્રાલમાં ટી.પી. સ્કીમ નં. 114માં ફાઈનલ પ્લોટ નં. 134માં બનેલા 15 જેટલા કાચા-પાકા ઝુંપડાને તોડી પાડવામાં આવ્યા છે. આ પ્લોટ સેલ ફોર રેસીડન્સીયલ માટે અનામત છે. જે સાથે 4200 ચો.મી.નો પલોટ ખુલ્લો કર્યો છે. સાથે 250 મીટરની લંબાઇનો રસ્તો પણ ખુલ્લો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...