બાળ મુસાફરો માટે નવું નજરાણું:અમદાવાદના એરપોર્ટ પર 6 મહિનાથી 10 વર્ષના બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદ20 દિવસ પહેલા

બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા માતા-પિતા માટે એક ખુશ ખબર આવ્યા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે.

બાળકોની ચિંતા વિના માતા-પિતા આરામ ફરમાવી શકશે.
બાળકોની ચિંતા વિના માતા-પિતા આરામ ફરમાવી શકશે.

બાળકો માટે જલસા કેન્દ્ર
SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવી સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્તપણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમત ગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બાળકોની ચિંતા કર્યા વિના માતા-પિતા મુક્તપણે ખરીદી કે આરામ ફરમાવી શકે છે. સામાન્ય રીતે બાળકો સાથે મુસાફરી કરતા હોય ત્યારે માતા-પિતા માટે ફ્લાઇટની રાહ જોવા માટે કાપવો પડતો સમય તણાવપૂર્ણ રહેતો હોય છે. તેવામાં બાળકોને વ્યસ્ત અને મનોરંજનમાં મસ્ત રાખવાનો આ ઉત્તમ વિકલ્પ મુસાફરીના અનુભવમાં સોનામાં સુંગંધ જેવો બની રહેશે.

બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.
બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.

આરામ માટે સ્લીપિંગ પોડ્સ
SVPI એરપોર્ટ ટીમ મુસાફરોને અવનવી સુવિધાઓ પ્રદાન કરવા સતત પ્રયાસરત અને તેમની જરૂરિયાતોને સંતોષવા સમર્પિતપણે કામ કરી રહી છે. તાજેતરમાં ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન માટે ઉબેર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી હતી. આરામદાયક મુસાફરી માટે એરપોર્ટ પર ખાસ સ્લીપિંગ પોડ્સ પણ સક્રિય કરવામાં આવ્યા છે. હવે નવો ઉમેરો બાળકો માટે છે, તેઓ મુક્તપણે રમી શકે છે અને એરપોર્ટ પર મનોરંજનના સંભારણા સાચવી પણ શકે છે.

સ્લાઇડ્સ અને કલરિંગ એક્ટિવિટી શીટ્સ સાથેના સોફ્ટ પ્લે એરિયા પણ છે.
સ્લાઇડ્સ અને કલરિંગ એક્ટિવિટી શીટ્સ સાથેના સોફ્ટ પ્લે એરિયા પણ છે.

પ્લે એરિયામાં શું શું છે?
એરપોર્ટ સ્થિત જોય ટેલ્સ પ્લે ઝોનમાં અલગ-અલગ બેબી અને જુનિયર ઝોન, સ્લાઇડ્સ અને કલરિંગ એક્ટિવિટી શીટ્સ સાથેના સોફ્ટ પ્લે એરિયાનો સમાવેશ થાય છે. અહીંયા થતી તમામ રમતગમતની પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે દેખરેખ હેઠળ અને પ્રશિક્ષિત સહાયકોની મદદથી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...