• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Plan Will Be Prepared To Attract 500 Fortune Companies In The Field Of Clean Energy, Fintech, Integrated Pharma And Innovation Technology In Gujarat.

ગ્લોબલ સમિટ:કોરોના પછીની પ્રથમ વાઈબ્રન્ટ સમિટમાં ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવાનો પ્લાન, દિવાળી પછી સરકારની માર્કેટિંગ ડ્રાઈવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિટ પહેલા રાજ્ય સરકાર જમીન મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે
  • 2022ની વાઈબ્રન્ટ સમિટને 2019 કરતાં પણ મોટા પાયે યોજવાની તૈયારી

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 2021ની વાયબ્રન્ટ સમિટનું આયોજન નહોતુ કર્યું. પરંતુ હવે કોરોના ઓસરતાં જ વૈશ્વિક કક્ષાએ તમામ પ્રકારના સેક્ટરો ફરી વાર ધમધમતા થયાં છે. ત્યારે રાજ્ય સરકારે આગામી 2022માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. જેમાં ક્લીન એનર્જી, ફિન્ટેક, ઈન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેકનોલોજી ક્ષેત્રની ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવા માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કરશે. દિવાળી બાદ રાજ્ય સરકાર આ માટે ખાસ માર્કેટિંગ ડ્રાઈવ શરૂ કરશે. તે ઉપરાંત રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ પહેલાં જમીન અને મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે.

500 કંપનીઓને આકર્ષવા માટે પ્લાન તૈયાર કર્યો
સરકાર 2022ની વાઈબ્રન્ટ સમિટને 2019 કરતાં પણ મોટા પાયે યોજવાની તૈયારી કરી રહી છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે વિશ્વની 500 કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ખાસ કરીને ટેસ્લા, ગૂગલ, માઈક્રોસોફ્ટ, વોલમાર્ટ, માસ્ટરકાર્ડ સહિતની ફોર્ચ્યુન 500 કંપનીઓને વાઈબ્રન્ટમાં આમંત્રિત કરવાનો પ્લાન પણ તૈયાર થયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. રાજ્યમાં સરકારનું ફોકસ ક્લીન એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી, ઈન્ટિગ્રેડેટ ફાર્મા, એગ્રિકલ્ચર, ટેક્સટાઈલ અને અન્ય સેક્ટરોની કંપનીઓ ઈન્વેસ્ટમેન્ટ કરે તેમાં છે.

સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી
સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી

વિશ્વના 6 મોટા દેશોમાં રાજ્ય સરકાર રોડ શો કરશે
રાજ્ય સરકાર દિવાળી બાદ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જાપાન સહિતના દેશોમાં મોટા પાટે રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો કરવાનું આયોજન કરી રહી છે. તે ઉપરાંત ભારતના 6 મોટા શહેરોમાં પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં રોડ શો કરશે. આ રોડ શોમાં ધોલેરા સ્માર્ટ સિટી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સહિતા એરિયાને રોકાણ કરવા માટે શો કેસ કરાશે. ભારત સરકાર પણ આ ઈવેન્ટમાં ટોચની ઈન્ટરનેશનલ સરકારી એજન્સી, ઈન્ટરનેશનલ ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ બોડી, મોટી ઈન્ટરનેશનલ કંપનીઓને આમંત્રિત કરશે. તે ઉપરાંત દેશમાંથી કેટલાક રાજ્યોએ પણ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા માટેની તૈયારી બતાવી છે.તે ઉપરાંત ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના હાઈકમિશ્નરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી
ઓસ્ટ્રેલિયાના હાઈકમિશ્નરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી

વિદેશી રોકાણકારો માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મની વ્યવસ્થા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં આ વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આમંત્રણથી માંડીને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સહિત તમામ પ્રકારની બાબતોના ખાસ તૈયાર કરેલા મેપની જાણકારી મેળવી હતી. આ સમિટમાં કેટલાક દેશોમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આમંત્રિત રોકાણકારો ગુજરાત ન આવી શકે તો તેમના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ અને આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓના પગલે રાજ્યમાં વિવિધ ક્ષેત્ર અંગે નવી પોલિસી અંગે પણ બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી.

બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી
બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી

રાજ્ય સરકાર સમિટ પહેલાં સાત મોટા નિર્ણયો લેશે
દર વખતે વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્ય સરકાર ઉદ્યોગો માટે નવા નિર્ણયો લેતી હોય છે. જેનાથી રાજ્યમાં સરળતાથી રોકાણ આવી શકે. તેવી જ રીતે આ વખતે નવી સરકાર રાજ્યમાં વઘુ રોકાણ આવે અને ઉદ્યોગોને રોકાણ કરવામાં સરળતા રહે તે માટે જમીન અને મહેસૂલને લગતાં સાત મોટા નિર્ણયો લેશે. આ નિર્ણયોથી ઉદ્યોગો માટે એક નવી નીતિ બનશે. જે નીતિના આધારે રોકાણકારો રાજ્યમાં પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકશે.

અન્ય સમાચારો પણ છે...