મ્યુનિ. સંચાલિત શેઠ મા.જે. લાયબ્રેરીનું 2023-24નું 15.03 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે બાપુનગરમાં પ્રથમ વખત મહિલાઓ માટે પિન્ક મ્યુનિ. લાઇબ્રેરી બનશે. બજેટમાં વાંચન સાહિત્ય માટે 40 લાખની જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે વિવિધ રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પાછળ 1 કરોડની ફાળવણી કરાઇ છે.
પ્રજ્ઞાચક્ષુઓ માટે ઓડિયો વિભાગમાં 3 લાખની જોગવાઇ કરાઇ છે. પુસ્તકોના ડિજિટલાઇઝેશન માટે 10 લાખ, પુસ્તકાલયોની ડોક્યૂમેન્ટરી બનાવવા 5 લાખ તથા સીસીટીવી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છેકે, અત્યારે એમજે લાયબ્રેરીની વેબસાઇટ પર 55 હજાર કરતાં વધારે પુસ્તકો ઉપલબ્ધ છે. લાયબ્રેરીમાં ચાલુ વર્ષે 1800 જેટલા નવા સભાસદો ઉમેરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.